સરકારી મરીન ઈન્સ્ટીટ્યુટ તાલીમ કેન્દ્ર શરૂ કરો

  • October 07, 2024 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લામાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે નવી રોજગારીનું સર્જન કરવા સરકારી મરીન ઈન્સ્ટીટ્યુટ તાલીમ કેન્દ્ર શ‚ કરવા પોરબંદર આવેલા કેન્દ્રીયમંત્રીને માછીમાર બોટ એસો.ના પુર્વ પ્રમુખે ‚બ‚ મળીને વિસ્તૃત રજુઆત કરી હતી.
માછીમાર બોટ એસો.ના પુર્વ પ્રમુખ અને પોરબંદર જિલ્લા ભાજપના પુર્વ મહામંત્રી ભરતભાઇ મોદીએ પોરબંદર આવેલા ડો. મનસુખ માંડીવાયાને કમલાબાગ ખાતે ‚બ‚ મળીને ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, પુર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા અને નગરપાલિકા ના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીની હાજરીમાં લેખિત આવેદન પત્ર પાઠવી જણાવ્યુ હતુ કે વર્ષોથી પોરબંદર શહેર જિલ્લાની મુખ્ય આજીવિકા ખેતી અને મત્સ્ય ઉદ્યોગ વ્યવસાય રહેલ છે. છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદરના  ઘણા નાના મોટા ઉદ્યોગો બંધ થયેલ છે. પોરબંદરની આજીવિકાનો મુખ્ય આધાર મત્સ્ય ઉદ્યોગ પણ કોરોના કાળ પછી ભારે મંદીમાં સંપડાયેલ છે. ત્યારે મંદી અને બેકારીને કારણે વેપાર ધંધા ઠપ્પ થતા રોજ ૫ થી ૧૦ પરિવારો મજબૂરથી પોરબંદર છોડી રહ્યા છે.
રોજગારી માટે સુચનો
પોરબંદર વિસ્તારના વેપાર ધંધા ટકી રહે અને બેકાર યુવાનોને રોજગારી મળી રહે તે માટે નીચે મુજબના સૂચનો આપના ધ્યાને મુકુ છું. જે બાબતે તાત્કાલિક યોગ્ય કરવા અપીલ છે. ગુજરાતને અંદાજે ૧૬૨૫ કિ.મી. જેટલો વિશાળ સમુદ્ર કિનારો મળેલ છે. જ્યાં વેપાર ધંધાની વિપુલ તકો રહેલી છે. ટુરીઝમ અને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં દક્ષિણ ભારતના રાજ્યો કરતા પણ વધુ રોજગારી ગુજરાતમાં ઉભી થઇ શકે તેમ છે. જે માટે દક્ષિણ ભારતના રાજ્યોને મોડેલ બનાવી ગુજરાતમાં આધુનિક ટેકનોલોજી તેમજ મત્સ્ય નીતિમાં બદલ કરી મત્સ્ય ઉદ્યોગને ખાસ પ્રોત્સાહન આપવાથી  હજારો નવી રોજગારી ઉભી થાય તેમ છે.મત્સ્ય પેદાશોને વિદેશમાં નિકાસ કરતા નિકાસકારોની પણ અનેક સમસ્યાઓ રહેલી છે. ભારત સરકાર દ્વારા  મત્સ્ય નિકાસકારોને વિદેશ નિકાસમાં ઉદ્ભવતી સમસ્યાઓનો નિકાલ માટે જ‚રી મદદ અને પ્રોત્સાહનની જ‚ર છે. ગુજરાતના સમુદ્ર કિનારે વર્ષોથી વસવાટ કરતો માચ્છીમાર સમાજ પરંપરાગત માચ્છીમારીના ધંધા સાથે જોડાયેલ છે. જે ગુજરાતની સમુદ્રની ભુગોળ અને સ્થાનિક પરિસ્થિતિથી પુરેપુરા માહિતગાર હોય છે. રાષ્ટ્રભક્તિથી રંગાયેલ આ સમાજ સમુદ્ર કિનારાનું રક્ષણ કરે છે. આ સમાજના અનુભવી યુવાનોને સમુદ્ર સાથે જોડાયેલી કોસ્ટગાર્ડ, નેવી, કસ્ટમ, મરીન પોલીસ જેવી સુરક્ષા એજન્સીઓમાં પ્રાથમિકતા આપી ટ્રેનીંગ સેન્ટરો ગુજરાતના મુખ્ય બંદરો ઉપર ઉભા કરી રોજગારી ઉભી કરવી જ‚રી છે. મરચન્ટ નેવીમાં રોજગારીની વિશાળ તકો રહેલી છે. જેમાં ગુજરાતના યુવાનોને ભારે અન્યાય થઇ રહ્યો છે. મરચન્ટ નેવીમાં પંજાબ, ઉતરપ્રદેશ, બિહાર, હરિયાણા તેમજ દક્ષિણ ભારતના રાજ્યોના યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે.હાલ પોરબંદર પાસેનાં માણાવદર ખાતે એક પ્રાઈવેટ મરચન્ટ નેવી ટ્રેનિંગ સેન્ટર ધણા વર્ષોથી કાર્યશીલ છે. જેમા નોકરીવાંછુ યુવાનોને ૬ થી ૧૨ મહિનાની તાલીમ પેટે અંદાજે ‚પિયા ત્રણ લાખ જેવી રકમ લઈ સી.ડી.સી. બનાવી આપવામાં આવે છે તેમ છતાં આ યુવાનોને નોકરીની કોઈ ગેરેન્ટી હોતી નથી.પોરબંદર વિસ્તારનાં યુવાનો લાખો ‚પિયા ખર્ચી તાલીમ મેળવે જેને બદલે નોકરીવાંછુ ગરીબ યુવાનો ઓછા ખર્ચે મરચન્ટ નેવીમાં નોકરી માટે તાલીમ મેળવી શકે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવી જ‚રી છે. દક્ષિણ ભારતનાં યુનિયનો મોટા પ્રમાણમાં પોતાના રાજ્યનાં યુવાનોને આ ક્ષેત્રમાં નોકરી અપાવવા માટે ટ્રેનીંગ માર્ગદર્શન અને રાજકિય પ્રોત્સાહન આપવામાં આવે છે. જેની સામે ગુજરાતનાં યુવાનોને આ ક્ષેત્રમાં જોડાવવા કોઈ યોગ્ય માર્ગદર્શન કે ટ્રેનિંગ નાં અભાવે મરચન્ટ નેવીમાં નોકરીથી વંચિત રહે છે. ગુજરાતનાં સમુદ્ર કિનારે વસવાટ કરતા સમુદ્રનાં અનુભવી યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને તાલીમ મળી રહે તે માટે પોરબંદર માં ગવર્મેન્ટ માન્ય મરીન ઇન્સ્ટીટયૂટ (તાલીમ કેન્દ્ર) સ્થાપવા માછીમાર બોટ એસો.ના પુર્વ પ્રમુખ અને પોરબંદર જિલ્લા ભાજપના પુર્વ મહામંત્રી ભરતભાઇ મોદીએ પોરબંદર આવેલા ડો. મનસુખ માંડીવાયાને લેખિત રજુઆત કરીને માંગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News