બાબા સિદ્દિકીની ઇફતાર પાર્ટીમાં સલમાન અને સના ખાને ધ્યાને ખેંચ્યું

  • April 17, 2023 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  • દર વર્ષની જેમાં આ વખતે પણ ઇફતાર પાર્ટીમાં સ્ટાર્સનો થયો જમાવડો
  • બોલીવૂડને અલવિદા કહેનારી સના ખાન પતિ સાથે પાર્ટીમાં આવી હતી
  • સલમાનને જોઇ પાપારાઝીઓ ભાઇજાન-ભાઇજાનની બૂમો પાડવા લાગ્યા હતા


રાજકીય નેતા બાબા સિદ્દિકીએ રવિવારે સાંજે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં સલમાન ખાન, પૂજા હેગડે, શહનાઝ ગિલ અને અન્ય સેલિબ્રિટી જોવા મળી હતી. પાર્ટીમાં બોલીવૂડના છોડી ઇસ્લામ તરફ વળનારી પૂર્વ એક્ટ્રેસ સના ખાને ખાસ ધ્યાન ખેંચ્યું હતું. તે પ્રેગ્નેનેન્ટ છે અને તેણે બેબી બમ્પ બુરખામાં છુપાવી રાખ્યું હતું. બાબા સિદ્દીકી અને તેમના પૂત્ર ઝીશાન સિદ્ધીકીએ સવનુંસ્વાગત કર્યું હતું. બંનેએ સલમાન સાથે ફોટા પણ ક્લિક કર્યા હતા. 


રમઝાન મહિનામાં દર વર્ષે યોજાતી બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટી ખૂબ જ પ્રખ્યાત છે, જેમાં બોલીવૂડ અને ટીવી સાથે જોડાયેલા સ્ટાર્સનો મેળાવડો રહે છે. રવિવારે પણ ઈફ્તાર પાર્ટીમાં સેલિબ્રિટી ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. મહેમાનોનું સ્વાગત કરવા માટે એન્ટ્રી ગેટ પર બાબા સિદ્દીકી અને ઝીશાન સિદ્દીકી હાજર હતા.

 

સલમાન દર વર્ષે બાબા સિદ્દીકીની પાર્ટીમાં દેખાય છે. આ ખાસ અવસર પર તેણે સ્ટાઇલિશ બ્લેક કુર્તો અને પાયજામા પહેર્યો હતો. બ્લેક લુકમાં સલમાન ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. પ્રવેશતાની સાથે જ પાપારાઝીએ તેને 'ભાઈજાન ભાઈજાન' કહેવાનું શરૂ કર્યું. બાબા સિદ્દીકી અને ઝીશાને તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી ત્રણેય એકસાથે પોઝ આપ્યા હતા. આ વખતે શાહરુખ ખાનની ગેરહાજરી વર્તાતી હતી. કદાચ તે ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી પાર્ટીમાં હાજર રહી શક્યો નહતો.


સના ખાન પોતાના પતિ સાથે પાર્ટીમાં પહોંચી હતી. પૂજા હેગડેએ સુંદર કાળી સાડી પહેરી હતી. બીજી તરફ શહનાઝ ગીલે રેડ કલરનો હેવી વર્ક સલવાર સૂટ પહેર્યો હતો પાર્ટીમાં રોકસ્ટાર ફેમ નરગીસ ફકરી પણ  હતી. તે ડ્રેસ પહેરીને ઈફ્તાર પાર્ટીમાં પહોંચી હતી.


 ઈફ્તાર પાર્ટીમાં સીરિયલ કિસર ચાર્મીંગ બોય ઈમરાન હાશમીએ પણ એન્ટ્રી મારી હતી, ઈમરાને શેરવાણી પહેરીને તમામનું ધ્યાન તેેના તરફ ખેચ્યું હતુ. શુભાષ ઘાઈ પ્રિયંકા ચહર ચૌધરી, અંકિત ગુપ્તા, ગૌહર ખાન, જ્યોર્જીીયા, કુબ્રા સેન્ટ, ઝૈદ ખાન આ ઉપરાંત ટીવી કલાકારોમાં ગુરમીત ચૌધરી, દેબીના બેનર્જી, એમસી સ્ટેન, મુનાવર ફારૂકી, રશ્મિ દેસાઈ, ઉર્વશી ધોળકિયા, નેહા શર્મા સહિત અન્ય સેલેબ્સ જોવા મળ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application