રાજકોટ મહાપાલિકામાં અંદાજે એક મહિના બાદ આવતીકાલે તા.૧૧ને બુધવારે સવારે ૧૧ કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળશે. આજરોજ મિટિંગનો એજન્ડા પ્રસિધ્ધ કરાયો છે જેમાં નવ દરખાસ્તો સમાવિષ્ટ્ર છે.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે, (૧) ધી જીપીએમસી એકટ–૧૯૪૯ની કલમ–૨૮૯ અન્વયે ફાયર બ્રિગેડની અઠવાડિક કામગીરીના રિપોર્ટ જાણમાં લેવા (૨) ધી જીપીએમસી એકટ– ૧૯૪૯ની કલમ–૨૯(ક) હેઠળની વિવિધ વોર્ડ કમિટીઓના ઠરાવો જાણમાં લેવા (૩) મેયર એવોર્ડ એનાયત કાર્યક્રમનું ચુકવવાનું બાકી ખર્ચ મંજુર કરવા (૪) ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાકિગ મેનેજમેન્ટ શાખાના વર્ક આસિસ્ટન્ટ (મિકેનિકલ) અમિતકુમાર ભાસ્કરભાઈ સેજપાલના પત્નીને કેન્સરની બીમારીની કરાવેલ સારવારના ખર્ચ પેટે ખાસ કિસ્સામાં આર્થિક તબીબી સહાય મંજુર કરવા (૫) બાંધકામ શાખાના આસીસ્ટન્ટ એન્જીનીયર(સિવિલ) વૈભવ નવીનચદ્રં ઉમરાણીયાના આશ્રિત માતુશ્રીના પગના ઘુંટણના ઓપરેશનની સારવારના ખર્ચ પેટે ખાસ કિસ્સા તરીકે આર્થિક તબીબી સહાય મંજુર કરવા (૬) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના મુકાદમ દિનેશભાઈ ભીખાભાઇ નારોલાના આશ્રિત પુત્રીને લો–બીપીની બીમારી સબબ કરાવેલ સારવારના ખર્ચ પેટે આર્થિક તબીબી સહાય ખાસ કિસ્સામાં મંજુર કરવા (૭) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઇ કામદાર ધનુબેન નરેન્દ્રભાઇ મકવાણાને ક્રીરોગની સારવારના ખર્ચ પેટે ખાસ કિસ્સા તરીકે આર્થિક તબીબી સહાય મંજુર કરવા (૮) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઇ કામદાર હંસાબેન ગીરધરભાઇ વાઘેલાને શ્વાસના રોગની સારવારના ખર્ચ પેટે ખાસ કિસ્સામાં આર્થિક તબીબી સહાય મંજુર કરવા તેમજ (૯) મ્યુનિસિપલ સેક્રેટરી ડો.એચ.પી.પારેલીઆની તા.૧૬–૧૨–૨૦૨૪થી તા.૨૭–૧૨–૨૦૨૪ સુધીની દિવર્ષ–૧૨ની પ્રા રજા મંજુર કરવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech