આ વેકેશનમાં OTT પર દર્શકો માટે ફિલ્મો, વેબ સીરિઝનો ભરપુર મસાલો

  • May 18, 2023 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • તુ જૂઠી મૈં મક્કાર, વિક્રમ વેધા સહિત હોલિવૂડ ફિલ્મો ઘેરબેઠા માણી શકાશે
  • ડિમ્પલ કાપડિયા, રાધિકા મદાનની વેબ સીરિઝ સાસ, બહુ ઔર ફ્લેમિંગો 


થિયેટરોમાં નહીં જવા માગતા અને ઘરમાં જ રહીને મનોરંજન માણનારા દર્શકો માટે વેકેશનમાં ઓટીટી પ્લેટફોર્મ પર ભરપુર મસાલો મળઈ રહે છે. આ મે-જૂનની ગરમીની સીઝનમાં આ સપ્તાહે રણબીર અને શ્રદ્ધા કપૂરની તૂ જુઠી મે મક્કારથી લઈને ઋતિક રોશન અને સૈફ અલી ખાનની વિક્રમ વેધા ફિલ્મો રિલીઝ થશે. આ ઉપરાંત અનેક વેબસિરીઝ અને હોલીવૂડ-ટોલીવૂડ ફિલ્મો પણ રિલીઝ થવાની છે. એટલે દર્શકોને એન્ટરટેઈન્મેન્ટનો ડબલ ડોઝ મળશે.


મે મહિનાના પહેલાં સપ્તાહમાં નેટફ્લિક્સ, ડિઝની પ્લસ હોટસ્ટાર, પ્રાઈમ વીડિયો જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર નવી હિન્દી વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થવાની છે. ત્યારે આ વખતે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની તૂ જૂઠી મે મક્કાર, ઋતિક રોશન અને સૈફ અલી ખાનની વિક્રમ વેધાથી લઈને ડિમ્પલ કપાડિયાની સાસ, બહુ ઔર ફ્લેમિંગો, વિકેન્ડ માટે અનેક રસપ્રદ વેબ શૉ અને ફિલ્મો લાઈનમાં જ છે.


તૂ જૂઠી મે મક્કારઃ સિનેમાઘરોમાં હોળીના તહેવારે રિલીઝ થયેલી રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની રોમકોમ આખરે ઓટીટી પર આવી રહી છે. જોકે, બોક્સઓફિસ આ ફિલ્મે જોરદાર પ્રદર્શન કર્યું છે. તેવું જ પ્રદર્શન હવે ઓટીટી પર થાય તેવી સંભાવના છે. આ ફિલ્મમાં અનુભવસિંહ બસ્સી, ડિમ્પલ કપાડિયા અને બોની કપૂર પણ છે. એટલું જ નહીં ફિલ્મમાં કાર્તિક આર્યનનો કેમિયો રોલ પણ છે. આપને જણાવી દઈએ કે, રણબીર અને શ્રદ્ધા કપૂરની એકસાથે આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 3 મેએ રિલીઝ થઈ ચૂકી છે.

 

વિક્રમ વેધાઃ ઋતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ જિઓ સિનેમાઝમાં 8 મેએ રિલીઝ થશે. ઋતિક-સેફની આ ફિલ્મ તમિલમાં બનેલી વિક્રમ વેધાની હિન્દી રિમેક છે. જોકે, આ બંને ફિલ્મનું નિર્દેશન પુષ્કર-ગાયત્રીએ જ કર્યું હતું. આ ફિલ્મમાં વિજય સેતુપતિ, શ્રદ્ધા શ્રીનાથ અને વરલક્ષ્મી સરથકુમાર પણ છે.


સાસ, બહુ ઔર ફ્લેમિંગોઃ આ વેબ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 5 મેએ રિલીઝ થશે. ડિમ્પલ કપાડિયા, રાધિકા મદન, અંગિરા ઘર અને ઈશા તલવારની નવી હિન્દી વેબ સિરીઝ સાસ બહુ ઔર ફ્લેમિંગોને સાસુ-વહુ ડ્રામા પર એક નવી સ્પિન તરીકે રજૂ કરવામાં આવી છે, જે સામાન્ય રીતે મહિલાઓની શક્તિ બતાવે છે. આમાં નિર્દયી સાસુ અને વિનમ્ર વહુઓનું એક ઘર નહીં, પરંતુ કટ્ટર સાસુ અને દ્રઢ વહુઓને બતાવવામાં આવશે.


સ્ટાર વોર્સઃ યંગ જેડી એડવેન્ચર્સઃ સ્ટાર વોર્સ અને માસ્ટર યોડા બાળકો માટે એક નવી એનિમેટેડ સિરીઝ છે, જે ડિઝની પ્લસ હોટસ્ટાર પર 4 મેએ અંગ્રેજીમાં રિલીઝ થશે. આ સિરીઝમાં પિઓટ્ર માઈકલે માસ્ટર યોડાનો અવાજ આપ્યો છે. જ્યારે એમ્મા બર્મને નૈશ, જૂલિયટ ડોનેનફેલ્ડે લિસનો અવાજ આપ્યો છે. તેમ જ જમાલ એવરી જૂનિયરે કાઈને અવાજ આપ્યો છે. આ જ રીતે આ સિરીઝને બનાવવામાં આવી છે.


ઑપરેશન ફોર્ચ્યૂનઃ આ ફિલ્મ લાયંસગેટ પ્લે ઓટીટી પ્લેટફોર્મ પર 5 મેએ રિલીઝ થશે. ઑપરેશન ફોર્ચ્યુનઃ રૂસે ડી ગુએરે ઑબ્રે પ્લાઝા અને જેસન સ્ટૈથમની છે. રૂસે ડી ગુએરે ભારતમાં લાયંસગેટ પ્લે પર રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ જાસૂસો, વૈશ્વિક જોખમો અને એક સુપર એજન્ટ ઓર્સન ફોર્ચ્યુનની દુનિયાને બતાવે છે. તે અત્યાર સુધીના સૌથી જોખમી મિશન માટે તૈયાર થાય છે. એટલું જ નહીં, આ ફિલ્મ ટ્વિસ્ટ અને જોરદાર વળાંક સાથે દર્શકોને જકડી રાખે છે.



ક્વીન ચાર્લોટઃ એ બ્રિજગર્ટન સ્ટોરીઃ આ સિરીઝ નેટફ્લિક્સ પર આજે (4 મે)એ રિલીઝ થશે. બ્રિડગર્ટન પ્રિક્વલ રાની ચાર્લોટની શક્તિને બતાવે છે. આ સિરીઝમાં જોઈ શકાશે કે, કઈ રીતે યુવાન રાણી અને રાજા જ્યોર્જના લગ્નએ એક મહાન લવસ્ટોરી અને એક સામાજિક પરિવર્તનને જન્મ આપ્યો. આનાથી બ્રિજગર્ટનના કેરેક્ટર્સે વારસામાં મળેવી ટનની દુનિયાનું નિર્માણ કર્યું હતું. આ સિરીઝ ક્વિન ચાર્લોટના ભૂતકાળ અંગે છે. જ્યારે આ સિરીઝમાં અરસેમાં થોમસને યુવાન મહિલા અગાથા ડેનબરી, મિશેલ ફેયરલી તરીકે રાજકુમારી ઓગસ્ટા અન સેમ ક્લેમેન્ટને યુવાન બ્રિમ્સ્લે તરીકે બતાવવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application