મેળાના તમામ આયોજકો- ધંધાર્થીઓને ફાયર સેફટી મુદ્દે મેળા મેદાનમાંજ સેમિનાર યોજી ડેમોસ્ટ્રેશન દ્વારા સચેત કરાશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત પ્રદર્શન મેદાનના શ્રાવણી મેળામાં આગ- અકસ્માત સહિતની કોઈપણ પ્રકારની દુર્ઘટનાને સત્વરે નિવારી શકાય, તેમ જ ફાયર સંબંધિત કોઈ સમસ્યાઓ ઉત્પન્ન ન થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, અને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી, ડેપ્યુટી કમિશનર શ્રી ઝાલા, નાયબ કમિશનર અને સિટી ઈજનેર શ્રી ભાવેશ જાની સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશ્નોય ની રાહબરી હેઠળ પ્રદર્શન મેદાનમાં ૧૫ દિવસ માટે નું હંગામી મીની ફાયર સ્ટેશન ઉભું કરી ને ફાયર ફાઇટર ની સાથે ફાયરના જવાનોની ટીમ ને રાઉન્ડ ધ ક્લોક તહેનાત માં રાખવામાં આવી છે, તેમજ જરૂરી સાધન સામગ્રી પણ સ્થળ પર જ ઉપલબ્ધ રાખવામાં આવી છે.
આ ઉપરાંત મેળા ના તમામ આયોજકો સ્ટોલ ધારકો વગેરેને ફાયરના તમામ જરૂરી સાધનો પોતાના ધંધા ના સ્થળે ઉપલબ્ધ કરાવાયા પછી કોઈ અકસ્માત સર્જાય તો તેનો કઈ રીતે ઉપયોગ કરવો, તે માટેના જરૂરી માર્ગદર્શન માટે નો સેમિનાર યોજીને સ્થળ પર લાઈવ ડેમોન્સ્ટ્રેશનની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મેળાના પ્રારંભ પહેલાં જ તમામ મેળા ના સંચાલકો-સ્ટોલ ધારકો રાઈડ ઓપરેટર વગેરેને એકત્ર કરીને ફાયર શાખાના તજજ્ઞ સ્ટાફની ટીમ દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને આગ અકસ્માત ના ત્વરિત નિવારણ સંબંધે તંત્ર દ્વારા પૂરતી તકેદારીએ રાખવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech