પોલીસમેન પુત્રની અવકાશી ઉડાન: ૧૧ વર્ષનો આર્યન નાસા સુધી પહોંચ્યો

  • February 09, 2024 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧૧ વર્ષની ઉંમર એટલે બાળ વય, ખેલકુદ કે મોજમસ્તી આ વયે બાળકને અભ્યાસ બાબતે હજી તો આખં જામે પણ રાજકોટ શહેર પોલીસ પરિવારનો એક એવો પુત્ર આર્યન કિશોર ઘુઘલ કે જે ૧૧ વર્ષની વયે તો અવકાશી ઉડાન ભરી ચૂકયો, નાસા સુધી પહોંચી ગયો, આરકેસીમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા આર્યન માટે અમેરિકાએ ૧૦ વર્ષના વિઝા પણ આપ્યા. આર્યનની મોટી ત્રણ બહેનો પણ અભ્યાસમાં અવલ્લ , એક રશિયામાં તબીબ તો બે પાસે માસ્ટર ડિગ્રી સાથે કેનેડામાં સ્થાયી.

પોલીસ ડિપાર્ટમેન્ટમાં આમ જોઈએ તો ૨૪૭ જેવી ૨૪ કલાકની ડયૂટી હોય છે જેને લઈને પોલીસ કર્મીઓ કયારેક સંતાનોના અભ્યાસ પ્રત્યે પુરતુ ધ્યાન આપી શકતા નથી પરંતુ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કિશોર ઘુઘલે સંતાનોનો અભ્યાસ એ જ મેઈન મિશન બનાવ્યું અને આજે તેનું આ સ્વપ્ન સાકાર પણ થયું, પોલીસમેન ઘુઘલને સંતાનમાં ત્રણ પુત્રી એક સૌથી નાનો પુત્ર આર્યન, પુત્રીઓમાં મોટી પુત્રી સુરભી કે જેને કેનેડામાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી. મોટી બહેનના પગલે ત્રણેય નાના ભાઈ બહેન ચાલ્યા. બીજી પુત્રી શિવાની કે તેણે પણ માસ્ટર કયુ, બન્ને પુત્રીઓ હાલ પરિણીત છે મોટી પુત્રી સુરભી કેનેડાની વતની બની ગઈ છે. શિવાનીના લગ્ન  રાજકોટના પૂર્વ નગર સેવક રાજુભાઈ અઘેરાના બિલ્ડર પુત્ર સાથે થયા.

ત્રીજા નંબરની નાની પુત્રી ગૌતમી રશિયાના જયોર્જિયાના ટીબલિટીમાં એમબીબીએસના અભ્યાસ સાથે તબીબ બનવા તરફ છે. ત્રણે બહેનોને પણ અભ્યાસમાં પાછળ છોડે તેવો બન્યો આર્યન. નાનપણથી જ આર્યન આરકેસીનો સ્ટુડન્ટ, ફોરેન એકસચેન્જ એયુકેશન પ્રોગ્રામ હેઠળ આર્યન અભ્યાસમાં અવલ્લહોવાથી ટેસ્ટમાં પાસ થયો અને નાસા માટે સિલેકટ થયો હતો. ધોરણ સાતમાં જ નાસાની અભ્યાસ સફર ખેડવાની તક પ્રાપ્ત થઈ અને અમેરિકા જઈ આવ્યો.

નાની વયે અવકાશી ઉડાન લગાવનાર આર્યનને અમેરિકન ગર્વમેન્ટ તરફથી ૧૦ વર્ષ સુધીના વિઝા મળ્યા. ધોરણ ૮ના વિધાર્થી આર્યનનું સ્વપ્ન અમેરિકામાં અભ્યાસનું છે. જસદણના વીંછિયાના વતની ઘુઘલ પરિવારના મોભી કિશોરભાઈના પિતા શિક્ષક હતા અને આચાર્ય થઈ નિવૃત્ત થયા હતા શિક્ષકનો જીવ એટલે બન્ને પુત્ર કિશોર તથા રજનીને ગ્રેયુએશન સુધી અભ્યાસ કરાવ્યો. કિશોરના મોટા ભાઈ રજનીભાઈ ઘુઘલના પત્ની કલાસ વન ઓફિસર બન્યા હતા. તેનો પુત્ર પણ ફિલિપાઈન્સ છે. જોગાનુ જોગ આજે આર્યનનો ૧૨મો જન્મદિવસ પણ છે.

મારા પિતાના સ્વપ્ન પુરા કરી રહ્યાનો ગર્વ અનુભવી રહ્યો છું
બાળ વયે નાસા સુધી પહોંચેલા આર્યનના પોલીસમેન પિતા કિશોરભાઈ ઘુઘલના કહેવા મુજબ શિક્ષણ અમારા લોહીમાં હતું. મારા પિતા લમણભાઈ ૧૯૬૫માં પીટીસી કરી શિક્ષક બન્યા હતા. વતન વીંછિયામાં જ આચાર્ય સુધી પહોંચીને નિવૃત્ત થયા હતા. પિતાનું સ્વપ્ન હતું કે, હત્પં પણ શિક્ષણ ક્ષેત્રે જાવ પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોબ મળી જેથી ખુશ તો હતો જ પણ પિતાનું સ્વપ્ન મારા સંતાનો અભ્યાસ ક્ષેત્રે સિધ્ધ કરે તે માટે ભલે પુત્રીઓ હતી છતાં પુત્રી કે પુત્ર જેવો કોઈ ભેદભાવ રાખ્યા વિના બે પુત્રીને વિદેશ ભણાવી અત્યારે પુત્ર આર્યન પણ ઉચ્ચ સ્તરે પહોંચે તેવું અમારૂ સ્વપ્ન છે.

પોલીસ કમિશનર ખુશ થયા કહ્યું ભણાવજો ખર્ચમાં ન મુંઝાતા
પોતાના પોલીસ ડિપાર્ટમેન્ટના હેડ કોન્સ્ટેબલ કિશોર ઘુઘલનો ૧૧ વર્ષનો પુત્ર આર્યન નાસા સુધી પહોંચતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ખુશ થયા હતા. આર્યન સાથે સી.પી. ભાર્ગવે સારી એવી વાતો કરી. કિશોરભાઈના કહેવા મુજબ મને સાહેબે એવા શબ્દો કહ્યું કે, કિશોર આર્યનને ભણાવજે ખર્ચમાં મુંઝાતો નહીં. ડીસીપી ક્રાઈમ ડો.પી.એન.ગોહિલ સહિતના અધિકારીઓએ પણ આર્યનની સિધ્ધિ બદલ સાબાશી આપી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application