વૃધ્ધ દંપતી સાથે મંડળી સંચાલકની ૩૩.૧૫ લાખની છેતરપિંડી

  • April 05, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ પ્રતિનિધિ
રાજકોટ
શહેરના વૈશાલીનગર વિસ્તારમાં સાગર એપાર્ટમેન્ટમાં રહેતા વૃધ્ધાએ કલબ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના સંચાલક પતિ પત્ની સામે ૩૩.૧૫ લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે વૃદ્ધા અને તેમના પતિએ આ મંડળીમાં સારા વળતરની આશાએ અલગ–અલગ છ એફડી બનાવી નાણા રોકયા હતા.પતિના અવસાન બાદ પાકતી મુદ્દતે તેમના વૃધ્ધા પુત્રને લઈ અહીં મંડળીએ નાણા લેવા માટે જતા નાણા આપવાનો ઇનકાર કરી દઇ વૃદ્ધાના પુત્ર સાથે મારકૂટ કરી વૃધ્ધાને ધક્કો મારી પછાડી દઈ ધમકી આપી હતી. આ અંગે ગાંધીગ્રામ પોલીસે છેતરપિંડી સહિતની કલમ હેઠળ દંપતિ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, રૈયા રોડ પર વૈશાલીનગર પાસે સાગર એપાર્ટમેન્ટ ૬૭ ના ખૂણે રહેતા અણાબેન મનસુખભાઈ પોરિયા(ઉ.વ ૭૫) નામના વૃદ્ધાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે મેશન કલબ ક્રેડિટિવ સોસાયટીના ચેરમેન પરાગભાઈ અનિલભાઈ સોલંકી અને મંડળીના ડાયરેકટર ઉર્મીબેન પરાગભાઈના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને તથા તેમના પતિ મનસુખભાઈ પોરીયાએ મિશન કલબ ક્રેડિટ કો ઓપરેટીવ મંડળીમાં ખાતું ખોલાવ્યું હતું બાદમાં રોકાણ પર સાં વળતર મળશે તેવી આશાએ અલગ અલગ છ એફડી ખોલાવી હતી. જેમાં શઆતમાં વ્યાજ ચૂકવ્યા બાદ આ મંડળી વ્યાજ ચૂકવવાનું બધં કરી દીધું હતું બીજી તરફ વૃદ્ધાના પતિનું અવસાન થતાં તેઓ નોમીની હોય તે પોતાના પુત્ર જયેશને સાથે લઈ અહીં મંડળીની ઓફિસે પાકતી મુદતે રકમ લેવા માટે ગયા હતા. દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીના પુત્ર જયેશને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ઊર્મિબેને વૃદ્ધાને ધક્કો મારી પછાડી દીધા હતા. માતા–પુત્ર બનેને ધમકી આપી હતી જેથી આ અંગે વૃદ્ધાએ પોલીસ ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસીની કલમ ૪૦૬,૪૨૦, ૩૨૩,૫૦૪,૫૦૬(૨) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application