5-જી જેવી ઝડપી ટેક્નોલોજીના સમયમાં સોશિયલ મીડિયા કોઈ પણ બ્રાન્ડિંગ માટે કિંગ બન્યું છે, કોઈ પણ ક્ધટેન મિનિટમાં દેશ-વિદેશના સીમાડાઓ સુધી પહોંચી મોટો ફેલાવો કરે છે આ વચ્ચે હવે સોશિયલ મીડિયામાં લોકોની આસ્થા-શ્રધ્ધા સાથે ખિલવાડ કરતા ભુવા-ભારડીઓનો ટ્રેન્ડ પણ વધ્યો છે,
ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા ગુજરાત અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાનું બિલ પણ વિધાનસભામાં મજુર કરવામાં આવ્યું છે અને આ કાયદા હેઠળ અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપ્નારને 6 માસથી 7 વર્ષ સુધીની કેદ સજા કરાશે. જ્યારે રૂપિયા 5 હજારથી 50 હજાર સુધીનો દંડ કરવામાં આવશે અને બિનજામીન પાત્ર ગુનો ગણાશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
આજના વિજ્ઞાન અને એઆઈ સુધી પહોંચેલી ટેક્નોલોજીના યુગમાં હજુએ ભગવાન(માતાજી-દેવ દેવસ્થાન)ના નામે લોકોને ડરાવી કહેવાતા ભૂવાઓ અંધશ્રધ્ધાની આડમાં શ્રધ્ધાની મજાક ઉડાવી રહ્યા છે. જુવાર,ઘઉંના દાણાની સંખ્યાના આધારે એકી-બેકી, વધાવો અને વચનથી માતાજી-દેવ શું કહી રહ્યા છે, શું નડતર છે ? એવો વિશ્વાસ લોકો બેસાડવામા માહિર બનેલા અઠંગ ધતિંગબાજ ભૂવા-ભુઇ પોતાની ધુણની લીલાઓ દેશ-વિદેશ સુધી પહોંચતી(પ્રચાર-પ્રસાર) કરવા માટે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાને હથિયાર બનાવ્યું છે. ફેસબુક, યુ-ટ્યુબ, ઇન્સ્ટાગ્રામમાં પોતે સતત ધૂણી-ધુણાવીને દુ:ખીયાના દુ:ખ દૂર કરવા, ક્યાં માતાજી-ક્યાં પિતાજીની નડતર છે, કોના વાંકમાં છોવ તેવી અનેક વાતો કરી લોકોને ભ્રમિત કરતા જોવા મળે છે. જેનાથી પ્રચાર પ્રસારની સાથે સાથે વ્યુવર્સ અને લાઇક્સ વધતા ફેસબુક, યુ-ટ્યુબ જેવા સોશિયલ મીડિયા થકી ડોલરમાં કમાણી કરે છે.
આવા કહેવાતા ભૂવાઓના તુત ગ્રામ્ય વિસ્તારમાં નાનકડા ઘરમાં મઢ બનાવી ચલાવવામાં આવતા હોઈ છે જયારે રાજકોટ-અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના શહેરમાં અઠવાડિયામાં નક્કી કરવામાં આવેલા બે દિવસ ગાદી ગોઠવવામાં આવે છે, જેમાં મોટા ભાગે ભુવાઓના કહેવાથી તેના સેવકોએ યુ-ટ્યુબ, ફેસબુકમાં મુકેલા વિડીયો જોઈને જ લોકો ભ્રમિત બની મોટી સંખ્યામાં ઉમટી પડે છે, અને સાથે સાથે પોતાનું બ્રાન્ડિંગ પણ થતું રહે છે. ત્યારે આવા ભરમાવતા ભુવાઓની સંખ્યા સોશિયલ મીડિયા આવ્યા પછી દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે, તેની સામે સરકાર અંધશ્રધ્ધા હેઠળના નવા કાયદાની સાકળ મારી ભૂવાઓને ભાન કરાવે એ હાલ જરૂરી બન્યું છે. ( આ સમાચાર કોઈ શ્રધ્ધા-આસ્થા સામે આંગળી ચીંધવા માટેના નહીં પરંતુ અંધશ્રધ્ધા ફેલાવતા અને ધતિંગબાજ ભૂવાઓને લઈને છે.)
સુખ અને દુ:ખ સમયને આધીન છે
દુનિયામાં દરેક વ્યકિત પોતાને કોઈને કોઈ દુ:ખ હોવાનું માનીને ભુવા–ભરાડીના શરણોમાં પડી જતા હોઈ છે પરંતુ દુ:ખનું કારણ પોતાના કર્મ અને રહેણી કહેણી સહિતની બાબતો પણ એટલી જ જવાબદાર હોય છે. (ઉદાહરણ તરીકે દાડી કરીને સાંજે ૫૦૦ કમાતા વ્યકિતનો ૪૦૦નો ખર્ચ હોઈ તો આર્થિક ખેંચ કાયમ માટે રહેવાની છે) એમાં કોઈ માતાજી, પિતાજી કે પિતૃઓને દોષિત માનવાએ આપણી જ ભૂલ છે, અને આ ભૂલ આપણે સ્વિકારતા નથી અને ભુવા પાસે જઈ વિધિ–વિધાનના રવાડે ચડી તેનો ખર્ચ કરીને વધુ આર્થિક મુશ્કેલીમાં આવી જઈએ છીએ, દરેક બાબતોનો ઈલાજ એકમાત્ર સમય અને નસીબ છે, સમયથી પહેલા અને સમયથી પછી કશું જ થવાનું નથી અને નસીબમાં લખેલું થઇ ને રહે છે, એ માણસ માત્રએ ધ્યાનમાં રાખી ચાલવું રહ્યું
ધતિંગ ભૂવાઓના દરબારમાં બહેન–દીકરીને લઇ જતા પહેલા વિચારજો
ભૂવાઓ પાસે જોવરાવવા જતા લોકો માટે લાલબત્તી પ કિસ્સાઓ બન્યા છે, કેટલાક લોકો આર્થિક રીતે લુંટાયા છે તો કેટલાક પરિવાર લાલચુ ભુવાઓની કુદ્રષ્ટ્રિનો ભોગ પણ બન્યા છે, પરિવારની બહેન, દીકરી, પત્નીઓ ઉપર ની–સંતાન પણું દૂર કરવાની વિધિઓના નામે શિયળ લૂટાના પણ બનાવ રાજકોટ સહીત રાજયના પોલીસ મથકોમાં નોંધાયા છે. માટે આવા ભ્રામક ભૂવાઓના દરબારમાં જતા પહેલા લોકોએ સો વખત વિચાર કરવો જરૂરી છે.
સત્યને કોઈ પ્રચારની જરૂર રહેતી નથી
આજે ગિરનાર, બરડો, ગીર સહિતના એવા ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે કે ત્યાં પૌરાણિક મંદિરો આવેલા છે અને કોઈની નજરે પણ ન ચડે એવી જગ્યાએ સાધુ–સંતો તપ અને જપ કરી ઉપાસના કરી રહ્યા છે, આવા અનેક સાધુઓ છે કે તેમના આકરા તપથી દેવી શકિતઓ સાક્ષાત્કાર હોઈ છે પરંતુ આવા સાત્વિક સાધુઓ કયારેય પોતાની શકિતનું પ્રદર્શન કરવું તો દૂર લોકોને અણસાર પણ આવવા દેતા નથી
અંધશ્રદ્ધા હેઠળના કાયદામાં શું કરવું ગુનો બને છે
કાયદામાં કોઈને ભૂત અને ડાકણ ગણીને શારીરિક માનસિક ત્રાસ આપવો, રોગો ભગાડવા ડામ દેવા, અમાનુશી કૃત્યો કરવા, ચમત્કારના નામે લોકોને છેતરવા, કોઈની જિંદગી જોખમમાં મૂકવી, માનવ બલી, ચમત્કારિક શક્તિઓના નામે લોકોને છેતરવા, મેલી વિદ્યા, દુષ્કર્મ, તબીબી સારવાર લેતા રોકવું વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
માતાજીના નામે ધૂણી દારૂ પીવાય!
પોતાને માતાજીના ભૂવાઓ ગણાવી ધુણતી વખતે દારૂની એક પછી એક બોટલો ગટગટાવતા હોવાનું કેટલાક વીડિયોમાં જોવા મળ્યું છે, એમ છતાં આવા ધતિંગબાજો સામે પોલીસ પણ કાયદાની રૂએ કાર્યવાહી કરવામાં કોઈ નડતર અનુભવતી હોવાનું લાગી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech