ઈઝરાયલી હત્પમલામાં અત્યાર સુધીમાં ૨૩ હજારથી વધુ લોકો મોતને ભેટ્યા

  • January 11, 2024 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈઝરાયલ–હમાસના યુદ્ધને ૩ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે, ત્યારે ઈઝરાયેલી સેનાએ ગાઝામાં હત્પમલો કરતા ૨૪ કલાકમાં ૧૪૭ લોકોના મોત થયા છે. યારે ઈઝરાયેલી સેનાએ દીર અલ–બલાહમાં અલ–અકસા શહીદ હોસ્પિટલ પાસે રહેણાંક વિસ્તારમાં ૩ મિસાઈલ હત્પમલો કરતાં ઓછામાં ઓછા ૪૦ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે જયારે અત્યાર સુધીમાં ૨૩,૩૫૭ ગાઝામાં નાગરિકોના મોત થયા છે. હત્પમલા બાદ અમેરિકાએ ચિંતા વ્યકત કરી છે, તો પેલેસ્ટાઈની રાજદૂતે ફરી યુએનમાં મુદ્દો ઉઠાવવા શુક્રવારે આરબ સમુહની બેઠક બોલાવી છે. ઈઝરાયલના તેલ અવીવની મુલાકાતે આવેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને પણ વહેલીતકે યુદ્ધ સમા કરવાની વાત કહી છે. ઉલ્લેખનિય છે કે, ઈઝરાયલી હત્પમલામાં અત્યાર સુધીમાં ૨૩,૩૫૭ પેલેસ્ટાઈની નાગરિકોના મોત થયા છે. ૫૮ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ૨૩ લાખ લોકો બેઘર થયા છે. ૭ ઓકટોબરે હમાસના હત્પમલા બાદ ઈઝરાયલ વળતો જવાબ આપી રહ્યો છે. ઈઝરાયેલે પણ કહ્યું છે કે, અમે હમાસનો ખાતમો બોલાવ્યા બાદ જ યુદ્ધ સમા કરીશું.

ગાઝા પટ્ટીમાં એક તરફ મોતના આંકડાઓ વધી રહ્યા છે, તો બીજીતરફ લોકો જીવ બચાવવા આમ–તેમ ભાગી રહ્યા છે. ઈઝરાયના સતત હત્પમલાના કારણે ઈજાગ્રસ્તોને સારવાર મળવી મુશ્કેલ બની છે, ઉપરાંત માનવીય સહાય પણ ત્યાં પહોંચી રહી નથી. એટલું જ નહીં ઈજિના અલ અરિશમાં જર્મની વિદેશમંત્રી અન્નાલીનાએ માનવીય મદદ પહોંચાડવા રફા બોર્ડર ખોલવા પણ અપીલ કરી છે.
યુદ્ધની સ્થિતિ ચિંતાજનક બની છે, જેને અટકાવવા સંયુકત રાષ્ટ્ર્રમાં પણ સતત મુદ્દા ઉઠાવાઈ રહ્યા છે. પેલેસ્ટાઈનના સંયુકત રાષ્ટ્ર્રના રાજદૂત રિયાદ મંજૂરે ફરી પ્રયાસ કર્યેા છે. તેમણે કહ્યું કે, તેઓ સંયુકત રાષ્ટ્ર્રનો દરવાજો ખટખટાવશે. શુક્રવારે આરબ સમૂહની મુખ્ય બેઠક પણ યોજાવાની છે, જેમાં યુદ્ધનો મુદ્દો ઉઠાવાશે. બ્લિકને કહ્યું કે, અમે ઈચ્છી રહ્યા છે કે, યુદ્ધ વહેલીતકે સમા થાય. યુદ્ધના કારણો મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. કોઈપણ ૭ ઓકટોબર જેવો હત્પમલો કરતા વિચારે, તે હેતુથી ઈઝરાયેલ પોતાના હિતોની સુરક્ષા કરતું હોવાની બાબત પણ મહત્વપૂર્ણ છે. આમ તેમની વાત પરથી લાગી રહ્યું છે કે, અમેરિકા બે બાજુ વાત કરી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application