સોનાના ભાવ વધતાં દાણચોરીમાં બમણો વધારો

  • December 18, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ વર્ષે સોનાના ભાવમાં ૧૧%ના વધારા સાથે કેન્દ્ર સરકાર તરફથી આયાત પર ૧૮.૫% સુધી ટેકસ વસૂલાતના કારણે સોનાની તસ્કરીમાં વધારો થયો છે. ત્રણ વર્ષમાં સોનાની તસ્કરીના કેસ બમણા થયા. વર્ષ ૨૦૨૦માં સોનાની તસ્કરીના ૨૫૬૭ કેસમાં ૨૧૫૫ કિલો સોનું જ કરાયું હતું યારે ઓકટોબર ૨૦૨૩માં અત્યાર સુધીમાં સોનાની તસ્કરીના ૪,૭૯૮ કેસ નોંધાયા છે જેમાં ૩,૯૧૮ કિલો સોનું જ કરાયું હતું.


સમગ્ર વિશ્વમાં સોનાના ભાવમાં વધારો થતાં તેની આંતરરાષ્ટ્ર્રીય દાણચોરીને વેગ મળ્યો છે. સિંગાપોરમાં દાણચોરો કમિશનના બદલામાં સોનું પહોંચાડવા માટે ચાંગી એરપોર્ટથી લાઈટમાં સવાર થઈ રહેલા ભારતીય પરપ્રાંતીય કામદારોનો સંપર્ક કરી રહ્યા છે. જે મુસાફરો સોનાની ડિલિવરી કરવામાં રસ દાખવે છે તેમને એરપોર્ટના એક શાંત વિસ્તારમાં લઈ જવામાં આવે છે, જયાં સોદો થાય છે.


અહેવાલો અનુસાર, વાતચીત દરમિયાન, માલ મોકલનારને ખાતરી આપવામાં આવે છે કે જયારે તે ભારત પહોંચશે ત્યારે ગેંગના સંચાલકો તેની પાસેથી સોનાના દાગીના પરત લઈ લેશે. સિંગાપોરના જેમ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ બિલાલે જણાવ્યું હતું કે સિંગાપોરના પ્રવાસીઓ માટે સોના સહિત કિંમતી વેલરીને દેશની બહાર લઈ જવી ગેરકાયદેસર નથી, પરંતુ જે લોકો ભારતમાં સોનું પહોંચાડે છે ત્યારે તેઓ કાયદાનો ભગં કરે છે. પુષ ભારતીય નાગરિકોને વધુમાં વધુ ૨૦ ગ્રામ ડુટી ફ્રી સોનું ભારતમાં લઈ જવાની છૂટ છે. મહિલા ભારતીય નાગરિકો માટેની મર્યાદા વજન અને મૂલ્યની દ્રષ્ટ્રિએ બમણી છે. આ મર્યાદાથી વધુ સોનાના દાગીના લઈ જવા પર કસ્ટમ ડુટીની જોગવાઈ છે. બિલાલે કહ્યું કે કુરિયર દ્રારા સોનાની દાણચોરીની પ્રથા દાયકાઓથી ચાલી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે ચાંગી એરપોર્ટ ટર્મિનલ ૧ પર સોનાના દાણચોરો ઇચ્છે છે કે કુરિયર ૨૫ ગ્રામથી ૩૦ ગ્રામ સુધીના સોનાના દાગીના લઈ જાય, જે કાયદાકીય મર્યાદાની બહાર છે.


ગલ્ફ તેમજ એશિયામાં મલેશિયા અને સિંગાપોર સહિત વિવિધ એરપોર્ટ પર મુસાફરોને નિશાન બનાવતી ગેંગના અહેવાલો છે, યાં ભારત કરતાં સોનું સસ્તું છે. પ્રવાસીઓ માટે સિંગાપોરની બહાર સોનું અથવા અન્ય કિંમતી ધાતુઓ લઈ જવા માટે કોઈ વજન મર્યાદા નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application