ભાવનગર શહેરમાં થોડી ઠંડીની સીઝન વધતા જ તસ્કરો સક્રિય બન્યા હોય તેમ એક પછી એક વિસ્તારમાં ચોરીના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના શહેરના સુભાષનગરમાં બની હતી. સુભાષનગર વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટીમાં રહેતા પતિ-પત્ની તેના રહેણાકી મકાનને તાળા મારી ડાયમંડ ચોક વિસ્તારમાં સબંધીને ત્યા સામાજીક કામે ગયા હતા. તેવા સમયે સમી સાંજથી રાત્રીના અરસા દરમિયાન અજાણ્યા શખ્સોએ મકાનના તાળા તોડી ઘરમાં સર સામાન વેર વિખેર કરી નાખી તિજોરીમાં રાખેલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી છુટયા હતા. જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટીમાં રહેતા અનિલભાઈ ઈશ્વરભાઈ ત્રિવેદીએ ઘોઘારોડ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૦૪.૦૨ના રોજ સાંજના ૭.૩૦ કલાકના અરસા દરમિયાન તેઓ અને તેના પત્ની નીતાબેન બન્ને રહેણાકી મકાનને તાળા મારી ડાયમંડ ચોક વિસ્તારમાં રહેતા તેઆના સબંધીને ત્યા સામાજીક કામ સબબ ગયા હતા. તે વેળાએ સાંજના ૭.૩૦ કલાકથી રાત્રીના ૧૧.૦૦ કલાકના અરસા દરમિયાન અજાણ્યા શખ્સે તેઓના રહેણાકી મકાનનો મીજાગરો તોડી ગેરકાયદે મકાનમા પ્રવેશ કરી ઘરમાં રહેલો સર સામાન વેર વિખેર કરી કબાટની તિજોરી તોડી તેમાં રાખેલા સોના ચાંદીના દાગીના સોનાની બે પાટલી, સોનાના કાનના જુમર બે, સોનાની ચેઈન, સોનાની કાનની બુટી બે, ચાંદીના છડા મળી કુલ રૂપિયા ૯૭,૫૦૦ના દાગીનાની ચોરી કરી નાશી છુટયા હતા. રહેણાંકી મકાનમાં ચોરી થયા અંગે જાણ થતા ઘોઘારોડ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. જ્યારે ફરિયાદ અનુસંધાને અજાણ્યા શખ્સ સામે આઈપીસી. ૪૫૭, ૩૮૦, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું સ્થળ પર કરૂણ મોત
November 15, 2024 03:10 PMમાર્ગો પર વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમપી ઢોરનો ત્રાસ યથાવત
November 15, 2024 03:09 PMસિહોરના ટાણા ગામે તળાવમાં છવાયું ગાંડી વેલનું સામ્રાજ્ય, ગંદકીના ગંજ
November 15, 2024 03:08 PMમંદિર, રહેણાંકી મકાન અને જવેલર્સમાં હાથ ફેરો કરનાર ત્રણ શખ્સ ઝડપાયા
November 15, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech