જામનગર શહેરમાં મકાનમાં ખાતર પાડતા તસ્કરો

  • August 01, 2023 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિકકા અને ચલણી નોટ તથા સોનાની વીંટી મળી ૪૬ હજારનો મુદામાલ લઇ ગયા

જામનગરના કાજીનો ચકલો વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં પ્રવેશેલા તસ્કરો ચલણી સિકકા, રોકડ અને સોનાની વિંટી, ચાંદી મળી કુલ ૪૬ હજારનો મુદામાલ ચોરી કરી ગયાની ગઇકાલે ફરીયાદ દાખલ થઇ છે.
જામનગરના મોહનનગર આવાસ બ્લોક નં. ૧૬માં રહેતા ધર્મેન્દ્ર મણીલાલ શાહએ ગઇકાલે સીટી-એમાં અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ચોરીની ફરીયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે ગત તા. ૩૦ના રોજ ફરીયાદીના કાજીના ચકલા વિસ્તારમાં આવેલા મકાનમાં અજાણ્યા શખ્સો ત્રાટકીને લોખંડના ટંકનું તાળુ તોડી તેમા રાખેલા જુદા જુદા ચલણી સિકકા, ૧૬ હજારની કિંમતના અને ૧૦ હજારની ચલણી નોટો તથા સોનાની વીંટી, ચાર પાંચ ચાંદીની જુની વસ્તુ, થોડા જુના સિકકા મળી આશરે ૪૬ હજારનો મુદામાલ ચોરી કરી ગયા હતા. ફરીયાદના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application