ભાણવડ નજીક રહેણાંક મકાનમાં ખાતર પાડતા તસ્કરો

  • July 26, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૭ હજારની રોકડ, એકસઆર્મીનું આઇકાર્ડ સહિતનો મુદામાલ ચોરી

ભાણવડની સિદ્ધિ વિનાયક સોસાયટી - ૨ ખાતે ભાડાના મકાનમાં રહેતા મૂળ પંજાબ રાજ્યના અમૃતસર જિલ્લાના રહીશ એવા અજીતસિંગ મેવાસિંગ જટ નામના ૩૭ વર્ષના એક્સ આર્મીમેન કે જે હાલ રેલવેના ગેટમેન તરીકે ભાણવડમાં ફરજ બજાવે છે, તેમના રહેણાંક મકાનના ગત તારીખ ૨૦ જુલાઈથી તારીખ ૨૧ જુલાઈના રાત્રિના સમયગાળા દરમિયાન તસ્કરોએ ત્રાટકી, મકાનના તાળા તોડીને રૂમમાં પ્રવેશ કર્યો હતો.
અહીં રાખવામાં આવેલો સરસામાન તસ્કરોએ વેરવિખેર કરી અને આ રૂમમાં રહેલી એક સૂટકેસનું તાળું તોડીને તેમાં રાખવામાં આવેલા રૂપિયા ૧૭ હજાર રોકડા, ઇન્ડિયન આર્મીનું ઓરીજનલ આઈકાર્ડ, કપડા સહિત કુલ રૂપિયા ૨૦,૫૦૦ નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૮૦, ૪૪૭ તથા ૪૫૭ મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. એમ.કે. ગઢવી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
**
ઓખામાં મંજૂરી વગર માછીમારી કરતા ચાર શખ્સો ઝબ્બે
ઓખાની શિવ જેટી વિસ્તારમાંથી પોલીસે મંજૂરી વગર માછીમારી કરતા અબુબકર ફકીરમામદ બંદરી તેમજ શાહરૂખ ઈકબાલ બબર, આદમ ઈબ્રાહીમ સુંભાણીયા અને અનવર હુસેન બેતારા નામના ચાર શખ્સોને ઝડપી લઈ, જાહેરનામા ભંગની કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધ્યો હતો. ખંભાળિયા નાગર ગેઈટ વિસ્તારમાંથી કેફી પીધેલી હાલતમાં રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને નીકળેલા અત્રે શક્તિનગર વિસ્તારમાં રહેતા લખમણ કારૂ સલાણી નામના ૫૨ વર્ષના શખ્સને પોલીસે ઝડપી લઇ, તેની સામે કલમ ૧૮૫ હેઠળ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application