ધ્રોલ પંથકમાં તસ્કરોની રંજાડ યથાવત: નાના વાગુદડના મંદિરમાં ચોરી

  • September 04, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ છત્તર અને રોકડ સહિત ૨૨ હજારની માલમતા ઉઠાવી ગયા : બે તસ્કરો સીસીટીવીમાં કેદ

ધ્રોલ પંથકમાં તસ્કરોની રંજાડ યથાવત રહી છે. ખાખરા ગામમાં થયેલી પાંચ મંદિરોની ચોરીનો ભેદ ઉકેલાયો છે, ત્યાં જ વધુ એક મંદિરને તસ્કરોએ નિશાન બનાવી લીધા નું સામે આવ્યું છે, અને નાના વાગુદડ ગામના મેલડી માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ગઈ રાત્રિ દરમિયાન તસ્કરો એ મંદિરમાં પ્રવેશી ત્રણ છત્તર અને દસ હજાર રોકડ સહિતની માલમત્તા ઉઠાવી ગયા છે. જે તસ્કરો સીસીટીવી મા કેદ થયા હોવાથી તેના વર્ણન ના આધારે પોલીસ  શોધી રહી છે.
ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિરને ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું અને મંદિરમાં પ્રવેશ કરી લઇ માતાજીના ત્રણ નંગ છત્તર તેમજ દાનપેટીમાં રાખવામાં આવેલી ૧૦,૦૦૦ ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૨૨,૦૦૦ની માલમત્તાની ચોરી કરી લઈ ગયા હતા.
આ ચોરીના બનાવ અંગે મંદિરમાં સેવા પૂજા કરતા બચુભાઈ દેવશીભાઈ બાંભવા એ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ઊંડાણપૂર્વકની તપાસ શરુ કરી હતી. જેની તપાસમાં સીસીટીવી કેમેરા નું નિરીક્ષણ કર્યા પછી બે તસ્કરો મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા દેખાયા હતા. તેઓના વર્ણનના આધારે પકડવા માટે ની કવાયત હાથ ધરી છે.
**
ગોંડલથી જામનગર આવેલા વેપારીનો રિક્ષામાંથી મોબાઈલ ચોરાયો
જામનગરમાં ગોંડલથી આવેલા એક વેપારી શિક્ષામાં અન્ય મુસાફરો સાથે બેઠા હતા, દરમિયાન ચાલુ રિક્ષામાં તેઓનો મોબાઇલ ફોન ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગરમાં સુભાષ બ્રિજ પાસે ગોંડલથી આવેલા વેપારી મનોજભાઈ પીતાંબરભાઈ છાંટબાર કે જેઓ અન્ય મુસાફરોની સાથે એક રિક્ષામાં બેસીને રાજપાર્ક તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન રાજપાર્ક પાસે રિક્ષામાંથી ઉતરી ગયા પછી તેઓએ પોતાના થેલાનું નિરીક્ષણ કરતાં તેમાંથી રૂપિયા ૨૮ હજારની કિંમતનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો. તેઓને ધ્યાનમાં આવ્યું ત્યારે રીક્ષા ચાલી ગઈ હતી.
જેથી તેમણે સિટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને ચાલુ રિક્ષા દરમિયાન પોતાનો મોબાઈલ ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application