ભાણવડમાં એક્સ આર્મીમેનનું બુલેટ હંકારી જતા તસ્કરો

  • October 16, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડમાં સિદ્ધિવિનાયક સોસાયટી- 2 ખાતે રહેતા અને મૂળ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જમનાવડના રહીશ તથા હાલ રેલવે વિભાગમાં ગેટમેન તરીકે નોકરી કરતા સુધીરકુમાર દેવજીભાઈ હડિયા નામના 39 વર્ષના એક્સ આર્મીમેન યુવાને પોતાના રહેણાંક મકાનની બહાર રાખેલું રૂપિયા એક લાખની કિંમતનું જી.જે. 03 એલ.એચ. 1891 નંબરનું રોયલ એનફિલ્ડ બુલેટ મોટરસાયકલ ગત તારીખ 14 ના રોજ બપોરના બારેક વાગ્યાથી તારીખ 15 ના રોજ સાંજના સાડા ચારેક વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાને ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 379 મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

દ્વારકામાં ગણપતિ મંદિરમાં તસ્કરો ખાબક્યા: મુગટની ચોરી


દ્વારકામાં આવેલી રિધ્ધિ સિદ્ધિ સોસાયટી ખાતે રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટની માલિકીના ગણપતિ ભગવાનના મંદિરના ગર્ભગૃહમાં ગત તારીખ 14 ના રોજ તસ્કરોએ પ્રવેશ કરી, સવારના સમયે 10 થી 10:30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ગણપતિ ભગવાનની મૂર્તિ પર ચડાવવામાં આવેલું 250 ગ્રામ જેટલા વજનનું ચાંદીનું મુગટ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું હતું. આથી રૂ. 15,000 ની કિંમતના ચાંદીના મુગટની ચોરી કરવા સબબ સ્થાનિક રહીશ એવા મનોજભાઈ ચુનીલાલ સામાણી (ઉ.વ. 46) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અજાણ્યા શખ્સો સામે આઈપીસી કલમ 380 તથા 454 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એ.એલ. બારસિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.


દ્વારકામાં જુગાર રમતા ત્રણ મહિલાઓ સહિત ચાર ઝડપાયા



દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાંથી પોલીસે રવિવારે બપોરના સમયે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા તોરીયાભા સામતભા કારા લક્ષ્મીબેન રામદેભાઈ રવશી, રમાબેન દેવુભા કારા અને જશુબેન સાકરભાઈ ખારવાને ઝડપી લઇ, રૂપિયા 1,320 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application