મેઘાણી સર્કલ નજીક હોસ્પિટલમાં તસ્કરો ત્રાટકી રોકડ સહીતની મત્તા ઉઠાવી પલાયન

  • February 06, 2024 04:14 PM 

ભાવનગર શહેરના મેઘાણી સર્કલ વિસ્તારમાં હોસ્પિટલમાં તસ્કરો ત્રાટકી રોકડ સહીતની મત્તા ઉઠાવી ગયા હતા. મેઘાણી સર્કલ પાસે આવેલા શ્રી ફિઝયો થેરોપી હોસ્પીટલમાં બારણાનો આકડીયો તોડી કોઈ અજાણ્યો શખ્સ અંદર પ્રવેશી ઓફીસના ટેબલમા રાખેલ આશરે રોકડા રૂા. ૪૦,૦૦૦ તથા ફરિયાદિના દીકરાના સ્કેટીંગ રોલર જેની કિ.રૂા.૧,૨૦૦ મળી કુલ રૂપિયા ૪૧,૨૦૦ ની ચોરી થયાની ફરિયાદ ઘોઘારોડ પોલીસમાં નોંધાઈ હતી.


આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ઘોઘારોડ પોલીસ મથક ખાતે પુનમબેન સચીનભાઈ મહેતા (ઉ.વ. ૪૨, રહે.શીવધારા ફ્લેટ રૂમ ન ૨૦૩, તખતેશ્વર તળેટી મદીર પાસે)એ એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે, મેધાણી સર્કલ થી આંબાવાડી રોડ પર આવેલ ઉષા પ્લોટ - ૧૧૬૭/એ,૧મા શ્રી ફિઝ્યોથેરોપી નામનુ હોસ્પીટલ ધરાવે છે. અને બાજુમાં તેણીના પતિ ડો.સચીનનુ વૈદાત આઇ હોસ્પીટલ છે. જે આંખના ડોકટર છે. જે બને હોસ્પીટલમાં ડોકટર તરીકે પ્રેક્ટિસ કરે છે. ત્યારે ગત તારીખ ૦૩-૦૨-૨૦૨૪ ના સવારના નવેક વાગ્યે મારા સ્ટાફે શ્રી ફિઝયોથેરોપી નામનુ હોસ્પીટલ બંધ કરી સાંજે ધરે ગયા હતા. ત્યારે બીજા દીવસે તા.૦૪/૦૩/૨૦૨૪ ના રોજ હોસ્પીટલમા કામ કરતા હીમાંશુભાઇનો આશરે દસેક વાગ્યા આસપાસ ફોન આવેલ અને કહેલ કે પુનમબેનના હોસ્પીટલનો દરવાજાનો લોક આંકડીયો ટુતેલ છે. અને બારણુ ખુલ્લુ છે. જેથી અમો બને પતી પત્ની તરત જ ત્યા હોસ્પીટલ દોડી ગયેલ હતા. અને જોયુ તપાસ કરતા શ્રી ફિઝયોથેરોપી હોસ્પીટલમાં બહારા કેમરે કાઢીને નીચે મુકી દીધેલ હતા. અને હોસ્પીટલમાં અંદર ગયેલ તો પ્રથમ પેશન્ટ બેડરૂમમાં સામન વેર વીખેર હતો. એન ટેબલનુ ખાનુ ખુલેલ હતું. બાદમાં ઓફીસમાં તપાસ કરતા બધો સર સામના વેર વીખેર હતો. અને ટેબલનું ખાનાનું ટુતેલ હતું. જે જોતા તેમા રાખેલ આશરે રૂપિયા ૪૦૦૦૦ રોકડા હતા. તે જોવામા આવેલ નહી અને રૂમા પડેલ તેણીના દીકરાના સ્કેટીંગ રોલર ત્યા જોવામા આવેલ નહી. તેમજ ઉપરના માળમા કસરત કરવાનો સામના વેર વીખેર કરી નાખેલ હતો. જેથી આજુબાજુમાં રહેતા લોકોને જાણ કરેલ હતી. જે અંગે પૂનમબેનએ પોતાના શ્રી ફિઝયોથેરોપી હોસ્પીટલમાંથી કોઈ અજાણ્યો શખ્સ આશરે રૂપિયા ૪૦૦૦૦ રોકડા તથા સ્કેટીંગ રોલર જેની કિંમત રૂપિયા ૧૨૦૦ મળી કુલ રૂપિયા ૪૧૨૦૦ ના મુદ્દામાલની ચોરી થયેલ જાણતા આ અંગે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરી કરી નાસી છૂટ્યા અંગે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application