દિલ્હીમાં ફરીવાર ખાલિસ્તાની સમર્થનમાં લખેલા સૂત્રો મળ્યા

  • January 20, 2024 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગણતત્રં દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે પશ્ચિમ દિલ્હીના ઉત્તમ નગર વિસ્તારમાં એક સરકારી શાળાની દિવાલ પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. દિવાલ પર ખાલિસ્તાન એસએફજે ઝિંદાબાદ જેવા નારા લખેલા હતા. આ અગાઉ પણ વીજ પોલ પર આ રીતે સુત્રો લખેલા મળ્યા હતા. એક વરિ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનાના સંબંધમાં દિલ્હી પ્રિવેન્શન આફ ડિફેસમેન્ટ આફ પ્રોપર્ટી એકટની કલમ ૩ હેઠળ દ્રારકા જિલ્લામાં કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે જિલ્લાની વિશેષ ટીમો સહિત અનેક ટીમો આ સંદર્ભે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે વિસ્તારના સીસીટીવી ફટેજની તપાસ કરવામાં આવી રહી છે.ખાલિસ્તાન તરફી નેતા અને પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવતં સિંહ પન્નુએ ઘટના બાદ એક વીડિયો જાહેર કર્યેા હતો.
ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે. ૧૬ જાન્યુઆરીએ પશ્ચિમ દિલ્હીના નિહાલ વિહારમાં એક થાંભલા પર સમાન ખાલિસ્તાન તરફી સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. થાંભલા પર એસજેએફ, ૨૬ જાન્યુઆરી, ખાલિસ્તાન લખેલું હતું. ત્યારપછી પન્નુએ ધમકીભર્યેા વીડિયો પણ જાહેર કર્યેા હતો. આ ઘટનાના સંદર્ભમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News