રાજકોટમાં ખેતલા આપા ટી સ્ટોલ સહિત વધુ છ ચાની હોટેલો અને પાનની દુકાનો સીલ કરવામાં આવી હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ચીફ પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર એ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં મોહનભાઈ સરવૈયા હોલ પાસે આવેલ (૧) શ્રી શકિત ટી સ્ટોલ, (૨) ઠાકર પાન એન્ડ કોલ્ડ્રીંકસ, (૩) ખેતલાઆપા પાન એન્ડ ટી સ્ટોલ, (૪) બાબા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, (૫) જયશ્રી ચામુંડા પાન એન્ડ કોલ્ડ્રીંકસ તથા ભાવનગર રોડ પર આવેલ (૬) શકિત ટી સ્ટોલ સીલ દ્રારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર–નવાર સુચના આપવામાં આવી હતી તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જાળવતા તા.૩–૯–૨૦૨૪ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબ જ ગંદકી તેમજ કચરો જોવા મળ્યો હતો.
જેથી તા.૩–૯–૨૦૨૪ના રોજ સાંજે શ્રી શકિત ટી સ્ટોલ, ઠાકર પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ખેતલાઆપા પાન એન્ડ ટી સ્ટોલ, બાબા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, જયશ્રી ચામુંડા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, શકિત ટી સ્ટોલ સંચાલકોને નોટીસ આપીને ધી જીપીએમસી એકટ–૧૯૪૯ની કલમ–૩૭૬–એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech