કોટેચા ચોક પાસે મયુર ભજીયા સહિત ૭૮ દુકાનોમાંથી છ કિલો ઝબલા જપ્ત

  • May 24, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્રારા કાલાવડ રોડ ઉપર કોટેચા ચોક નજીક નાલંદા સોસાયટી પાસે આવેલી મયુર ભજીયાની દુકાન સહિત શહેરના વિવિધ વિસ્તારોની ૭૮ દુકાનોમાંથી ૬.૨૯ કિલો જેટલા સિંગલ યુઝ કેટેગરીના પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા જ કરવામાં આવ્યા હતા. તદઉપરાંત ઢેબર રોડ ઉપર કડવીબાઈ વિરાણી હાઇસ્કૂલ સામેના મોમાઇ ટી સ્ટોલ સહિતના જાહેરમાં ગંદકી ફેલાવતા દુકાનદારો પાસેથી . ૨૨,૧૫૦નો દડં વસુલ કરવામાં આવ્યો હતો તેમ મ્યુનિ.સૂત્રોએ જાહેર કયુ હતું. વિશેષમાં તેમણે ઉમેયુ હતું કે ઉપરોકત ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં કેનાલ રોડ, જવાહર મેઇન રોડ, વેસ્ટ ઝોનમાં લાખના બંગલા રોડ, યુનિવર્સિટી મેઇન રોડ, ઈસ્ટ ઝોનમાં કબીરવન મેઇન રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ચેકિંગ તેમજ જાહેરમાં ગંદકી ફેલાવનારને દડં સહિતની કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપિનલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી.૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application