રાજકોટ જિલ્લામાં જુગારના છ દરોડા: ૭ મહિલા સહિત ૩૪ ઝડપાયા

  • August 21, 2023 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં જુગારના અલગ અલગ છ દરોડમાં પોલીસે સાત મહિલા સહિત ૩૪ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતાં.જયારે દરોડા દરમિયાન સાત શખસો નાસી છુટયા હતાં.ગોંડલ સિટી પોલીસ,તાલુકા પોલીસ,શાપર વેરાવળ,લોધિકા,જામકંડોરણા અને ભાયાવદર પોલીસે જુગારના આ દરોડા પાડયા હતાં.


જુગારના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ સીટી પોલીસ મથકના સ્ટાફે અહીં વૃંદાવન પાર્ક ૩ શેરી નંબર ૩માં રહેતા નિલેશ કિશોરભાઈ મકવાણાના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા ચાર મહિલા સહિત સાત શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે બે શખસો દરોડા દરમિયાન નાસી છૂટ્યા હતા પોલીસે અહીંથી રોકડ રૂપિયા ૧૫,૭૦૦ અને ૫ મોબાઈલ, ત્રણ વાહનો સહિત કુલ રૂપિયા ૬૭,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં નિલેશ કિશોરભાઈ મકવાણા, ચંદુ ઉર્ફે સંજય સુખાભાઈ મકવાણા, શૈલેષ બાબુભાઈ દૂસરા, જસુબેન શૈલેષભાઈ દૂસરા, હેતલબેન ચંદુભાઈ મકવાણા, સોનલબેન નિલેશભાઈ મકવાણા અને હર્ષાબેન દિનેશભાઈ પોપટનો સમાવેશ થાય છે. જ્યારે દરોડા દરમ્યાન ગોંડલના ચોરડી ગામે રહેતો રવિ મકવાણા અને લાલો ભરવાડ નાસી જતા બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ગોંડલ તાલુકા પોલીસ મથકના સ્ટાફે અહીંના નવાગામ પાસે રામજી મંદિર નજીક શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા જેમાં ચંદુ વાલજીભાઈ ચાવડા, મનસુખ ગાંડુભાઇ ભડેલીયા, કમલેશ નાથાભાઈ ભુવા, ભાવેશ રણછોડભાઈ પરમાર, ભરત મનસુખભાઈ ભડેલીયા, દિપક કાળુભાઈ મકવાણા અને ભાણજી મૂળજીભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા ૧૩,૨૬૦ કબજે કર્યા હતા.


લોધીકા પોલીસ મથકના સ્ટાફે અહીંના અભેપર ગામની સીમમાં લલિત દેવજીભાઈ રાંકની વાડીએ ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી અહીં જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂપિયા ૫૪,૧૦૦ કબજે કર્યા હતા જુગાર રમતા પકડાયેલા શખસોમાં વાડી માલિક લલિત દેવજી રાંક, પરેશ તળસીભાઈ કોટડીયા, મનીષ ગાંડુભાઇ સોરઠીયા, હેમંત મોહનભાઈ સાવલિયા, હાર્દિક માવજીભાઈ પરમાર, મહેશ રાણાભાઇ પરમાર, અરવિંદ પીઠાભાઈ પરમાર, અનિલ રાજાભાઈ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે ભાયાવદર પોલીસ મથકના સ્ટાફે અહીંના પડવલા ગામથી માંડાસણ ગામ જતા રોડ પર ફિરોજ હુસેન નોયડાની વાડીની બાજુમાં આવેલા વોકળા પાસે આમલીના ઝાડ નીચે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં ફિરોજ હુસેન નોયડા, સાદિક નાથાભાઈ સુમરા, પરસોતમ જેઠાભાઇ બેડવા, મેઘજી હીરાભાઈ મકવાણા, જયંતિ ખીમાભાઈ વેગડાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા ૧૧,૪૨૦ કબજે કર્યા છે.
શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફને અહીંના વેરાવળમાં ગણેશનગરમાં શેરીમાં રાત્રિના ટોર્ચના અજવાળે જુગાર રમી રહેલા ત્રણ મહિલા સહિત ચારને ઝડપી લીધા હતા જેમાં રાજુ નાનુભાઈ પરમાર, મોનીબેન મુકેશભાઈ માકડીયા, રૈયાબેન મનીષભાઈ લોઢવા અને દયાબેન અરવિંદભાઈ લોઢવાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા ૧૦૫૦ કબજે કર્યા હતા.
​​​​​​​
જ્યારે જામકંડોરણા પોલીસ મથકના સ્ટાફે અહીંના સનાળા ગામે પ્રાથમિક શાળા પાસે રોડ પર કેટલાક શખસો જાહેરમાં જુગાર રમતા હોય દરોડા પાડતા નાસભાગ મચી ગઈ હતી.પોલીસે અહીં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં ભીખાગર ગણેશગર ગોસ્વામી, ડાયા દેવશીભાઈ શિયાળ અને જયંતિ જેઠાભાઈ ડોલેરાનો સમાવેશ થાય છે. જ્યારે દરોડા દરમિયાન પાંચ શખ્સો નાસી છૂટ્યા હતા જેમાં રાજેશ સાંગાભાઈ સરસિયા, પ્રવીણ સાંગાભાઈ સરસિયા, જીતુગીરી બટુકગીરી ગોસ્વામી, નીતિન શેખવા અને લલિત મનસુખભાઈ ચાવડાનો સમાવેશ થાય છે.પોલીસે પટમાંથી રોકડ રૂપિયા ૭૦૫૦ કબજે કર્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application