બેન્કિંગ સેકટર રેગ્યુલેટર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ બેન્કોને ડીએકટીવેટ કે ફ્રીઝ એકાઉન્ટની સંખ્યા ઘટાડવાનો આદેશ આપ્યો છે. આરબીઆઈએ કહ્યું કે બેંકોએ આવા ખાતાઓની વેલિડેશનની પ્રક્રિયાને સુગમ અને સરળ બનાવવી જોઈએ જેમાં ગ્રાહકોના કેવાયસીને મોબાઈલ અથવા ઈન્ટરનેટ બેંકિંગ, નોન–હોમ બ્રાંચ, વીડિયો ગ્રાહક ઓળખ પ્રક્રિયા દ્રારા અપડેટ કરી શકાય છે.
આરબીઆઈએ તેના આદેશમાં કહ્યું કે, આ અપડેટ કેન્દ્ર અને રાય સરકારની સ્કીમો લાભાર્થીઓના ખાતામાં ડીબીટી–ઈબીટી રકમના અવિરત વ્યવહારની સુવિધાને જાળવી રાખવા માટે કરવામાં આવી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, એવા કિસ્સાઓ જોવા મળ્યા છે જેમાં કેવાયસીના અભાવે લાભાર્થીઓના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે. આરબીઆઈના જણાવ્યા મુજબ, આવા ખાતા મોટાભાગે સમાજના વંચિત વર્ગના લોકોના હોય છે, તેથી બેંકોએ આવા કિસ્સાઓમાં સહાનુભૂતિપૂર્ણ અભિગમ અપનાવવો જોઈએ અને ખાતાઓને સક્રિય કરવાની પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ. આરબીઆઈએ બેંકોને ડીએકટીવેટ કે ફ્રીઝ એકાઉન્ટ ખાતાઓને સક્રિય કરવા માટે વિશેષ અભિયાન ચલાવવા કહ્યું છે. આ સિવાય બેંકોને આધાર સંબંધિત સેવાઓ પ્રદાન કરતી શાખાઓ દ્રારા ગ્રાહકોને આધાર અપડેટની સુવિધા આપવા માટે કહેવામાં આવ્યું છે. આરબીઆઈએ બેંકોને સ્પષ્ટ્રપણે કહ્યું છે કે આરબીઆઈ બોર્ડની ગ્રાહક સેવા સમિતિ નિષ્ક્રિય ખાતા અથવા સ્થિર ખાતાઓની સંખ્યા ઘટાડવાના તેમના પ્રયાસો પર નજર રાખશે. ઉપરાંત, બેંકોએ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ થી દર ત્રિમાસિક ધોરણે દક્ષ પોર્ટલ દ્રારા તેમના વરિ સુપરવાઇઝરી મેનેજરને જાણ કરવી પડશે.
આ અંગે જારી કરાયેલા તેના નોટિફિકેશનમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે, રેગ્યુલેટરના સુપરવાઇઝરી ડિપાર્ટમેન્ટે એક વિશ્લેષણ કયુ છે જેમાં જાણવા મળ્યું છે કે નિષ્ક્રિય અથવા દાવા વગરના ખાતાઓમાં જમા કરવામાં આવેલી રકમ બેંકોમાંની કુલ થાપણો કરતાં વધુ છે. આના મુખ્ય કારણોમાં લાંબા સમયથી બેંક ખાતાઓમાં કોઈ ટ્રાન્ઝેકશન ન થવું અને આવા ખાતાઓમાં પેન્ડિંગ કેવાયસી અપડેટનો સમાવેશ થાય છે. આરબીઆઈના ડિપાર્ટમેન્ટ ઓફ સુપરવિઝન અનુસાર, આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે યારે નિષ્ક્રિય ખાતાઓને સક્રિય કરવા માટે બેંકનો સંપર્ક કરતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આરબીઆઈને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલીક બેંકોમાં મોટી સંખ્યામાં આવા ખાતા પેન્ડિંગ છે જેમનું કેવાયસી અપડેટ કરવાનું બાકી છે, જેના કારણે બેંકોની પોતાની નીતિ મુજબ, આવા ખાતાઓમાં કોઈપણ વ્યવહાર કરવા પર પ્રતિબધં છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વિશ્વાબેનની દીક્ષા નિમિત્તે વરઘોડો યોજાયો
December 21, 2024 01:02 PMજામનગરમાં આમ આદમી પાર્ટી દ્રારા કેન્દ્રીય ગ્રુહપ્રધાન અમિત શાહનો વિરોધ
December 21, 2024 12:59 PMજામનગર ક્રિકેટ બંગલો ખાતે જામનગર અને દુબઈ વચ્ચે અંડર 19 ક્રિકેટ મેચ
December 21, 2024 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech