ભક્તોએ આધ્યાત્મિક-પ્રેમ અને વિશ્વબંધુત્વનો સંદેશ પ્રાપ્ત કર્યો
સંત નિરંકારી મિશનના તત્વાવધાનમાં ગુજરાત અને રાજસ્થાનનો સંયુક્ત રાજ્ય સ્તરીય ચાર દિવસીય નિરંકારી સંત સમાગમ રાજસ્થાનના ઉદયપુર શહેરમાં પરમ શ્રદ્ધેય સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ અને સત્કાર યોગ્ય નિરંકારી રાજપિતા રમિતજીની પાવન છત્રછાયામાં સંપન્ન થયો,જેમાં જામનગર સહિત ગુજરાત અને રાજસ્થાનના હજારો ભક્તોએ આધ્યાત્મિક-પ્રેમ અને વિશ્વબંધુત્વનો સંદેશ પ્રાપ્ત કર્યો.
સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે તેમના પ્રેરણાદાયક પ્રવચનોમાં પધારેલ ભાવિક ભક્તજનોને આત્મ-સાક્ષાત્કારનો માર્ગ અપનાવવાનો બોધ આપતાં કહ્યું કે જ્યારે જીવનમાં અહંકાર અને ભેદભાવ મટી જાય છે,પરમાત્માના દિવ્ય પ્રકાશથી અંતરાત્મા પ્રકાશિત થાય છે ત્યારે જીવન સહજ અને સરળ બને છે.ક્ષમા-પ્રેમ અને સેવાની ભાવના અપનાવીને જ આપણે બધા સાચા આનંદને પ્રાપ્ત કરી શકીએ છીએ.
કાર્યક્રમના ચોથા દિવસે વિશાળ સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પહેલા ત્રણ દિવસીય 'નિરંકારી યુથ સિમ્પોજિયમ'નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં યુવાનોને આધ્યાત્મિકતા અને સકારાત્મક ઉર્જા સાથે જોડાવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.આ વિશેષ સત્રમાં રમતગમત,સાંસ્કૃતિક કાર્યક્રમો અને છ તત્વો પર આધારિત મંથન દ્વારા યુવાનોએ નવી દિશા મેળવી હતી.
સમાપન દિવસે ઉદયપુરના મહારાજ કુમાર લક્ષ્યરાજસિંહ મેવાડે પણ સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજનું સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા હતા.આ સમાગમમાં માત્ર એક આધ્યાત્મિક મિલન જ નહીં પરંતુ સેવા-સમર્પણ અને પ્રેમની ભાવનાથી ઓત-પ્રોત એક દિવ્ય સંગમ હતો જેણે દરેક હૃદયને આનંદ અને આધ્યાત્મિક શાંતિથી ભરી દીધું હતું.ભક્તોએ સતગુરૂના આશીર્વાદથી આ અમૂલ્ય તકનો પૂરો લાભ લઇ જીવનને સરળ અને સાર્થક બનાવવાની પ્રેરણા પ્રાપ્ત કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech