સિહોર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીક ડ્રાઈવમાં વેપારીઓને દંડ ફટકારાયો

  • September 02, 2024 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે સિહોર ન.પા. દ્વારા કામગીરી કરાય છે પરંતુ ઉપયોગ યથાવત જોવા મળી રહ્યો છે. નપાના તંત્ર દ્વારા આજે ગુરૂવારે શહેરના કેટલાક વિસ્તારમાં પ્રતિબંધીત પ્લાસ્ટીક ડ્રાઈવ હાથ ધરી હતી અને પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યા હતાં. પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો જમ કરવામાં આવ્યો હતો. સિહોર પાલિકાના તંત્ર દ્વારા ફરી પ્લાસ્ટીક ડ્રાઈવ હાથ ધરી હતી, જેમાં મુખ્યબજાર વગેરે વિસ્તારમાં કરીયાણા, મેડીકલ સ્ટોર સહિતની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા અલગ અલગ વેપારી સહિતના આસામીઓ ઝપટે ચડયા હતા અને આસામીઓને રૂ. ૧૧૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ૧૦ કિલોગ્રામ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો તેમ પાલિકાના તંત્ર વિભાગના અધિકારીએ માહિતી આપતા
જણાવ્યુ હતું. પાલિકાની ટીમે છેલ્લા થોડા દિવસથી કડક તપાસ હાથ ધરી છે અને વેપારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પાલિકાની ટીમે પ્લાસ્ટીક ડ્રાઈવ શરૂ કરતા પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા વેપારી સહિતના લોકોમાં ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં પણ સિહોર પાલિકા દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક ડ્રાઈવ હાથ ધરવામાં આવશે ત્યારે વેપારીઓએ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવો જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application