૧ એપ્રિલ, ૨૦૨૫થી નવી જંત્રીના ભાવ અમલમાં આવશે. આ કારણે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે. મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે. નવી જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં ૧૦૦ થી ૨૦૦ ટકાનો વધારો થશે. નવી જંત્રી મુજબ, બમણા કે ત્રણ ગણા ભાવ ચૂકવવા પડશે. ત્યારે સરકારે એકાએક જંત્રીના ભાવમાં વધારો કરતા બિલ્ડર્સ અને ડેવલપર્સ મૂંઝાયા છે.ગુજરાત સરકારે છેલ્લ ે ૨૦૧૧મા સુધારેલી જંત્રી જાહેર કરી હતી.
૧૨ વર્ષ પછીવૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરી જંત્રીમાં સુધારો કરવાની વાત સરકારે કરી છે. એપ્રિલ ૨૦૨૩ થી અત્યાર સુધી સરકારે સર્વે કર્યેા અને ૨૦ નવેમ્બર ૨૦૨૪ એ સૂચિત જંત્રી જાહેર કરી. મુખ્યમંત્રીને મળીને રજુઆત કરી હતી કે રાયમાં ૪૦૦૦૦ વેલ્યુ ઝોન આવેલા છે. આ વિરોધના સુર વચ્ચે રાય સરકાર મહારાષ્ટ્ર્ર પેટનથી નવી જંત્રી લાગુ કરવા મન બનાવી લીધું છે દર વર્ષે ૨૫ ટકા જેટલો વધારો વિચાર આધીન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
રાજય સરકાર દવારા જંત્રીના નવા દર માટે ગ્રામ્ય વિસ્તારોમાં મહારાષ્ટ્ર્ર પેટર્ન પર સર્વેની કામગીરી કરવામા આવી છે. ૩૦ મે સુધીમાં આ સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી.જંત્રીના સર્વે માટે ૨૦૧૧ની નીતિ જે હતી, તેમાં આમૂલ પરિવર્તન કરી આ સર્વેની કવાયત તત્રં દ્રારા હાથ ધરવામાં આવી હતી.
૨૦૧૧માં સર્વે માટે ૧૪૧ કિ.મી.ની ગ્રીડ બનાવી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાયમાં સાડા સાત લાખ જેટલી ગ્રીડો બનાવી આ સર્વેની કામગીરી કરાઈ હતી. આ ગ્રીડને પણ ચારથી પાંચ ઝોનમાં વિભાજીત કરવામાં આવી હતી. આ વખતે જંત્રીના સર્વેમાં એક જ ભાવ આખા ગામનો નિયત થશે. જેથી ભાવોમાં વિસંગતતા નાબુદ થશે.રાય સરકાર દવારા ૨૫ ટકાનો વધારો વિચારાધીન હોવાનુ સુત્રો જણાવી રહયા છે.
હાલ ગુજરાત સરકાર દ્રારા જંત્રીને મુદ્દે રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને જાહેર જનતાના પ્રચડં વિરોધને ધ્યાનમાં લેતા ગુજરાત સરકાર જંત્રીના દરોમાં આગામી ત્રણ વર્ષ સુધી સમયાંતરે વધારો કરવાની દરખાસ્ત રજૂ કરવા વિચારી રહી છે. આમ તો જંત્રીના નવા દરો જાહેર થઇ ચૂકયા છે પરંતુ કેટલાક વિસ્તારોમાં તો ૧૦૦ ટકા કરતા પણ વધુ વધારો કરાયો છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં લેતા રાય સરકાર મહારાષ્ટ્ર્રની જેમ આગામી ત્રણ વર્ષ પ્રત્યેક વર્ષે જંત્રીના દરોમાં ૨૫ વધારો કરવા વિચારી રહી છે
જંત્રી વધારા માટેના સુચનો પબ્લિક ડોમેઇનમાં મૂકયા હતા અને તમામ સંબંધિત પક્ષકારો પાસેથી તેને લગતા વાંધા–વિરોધ અને સૂચનો પણ મંગાવ્યા હતા. આ દરો સામે વાંધો–વિરોધ નોંધાવવા માટે એક મહિનાની મુદત આપવામાં આવી હતી, પરંતુ સંબંધિત પક્ષકારોએ સૂચનો આપવા માટે મુદતમાં વધારો કરવાની માંગ કરતા આ મુદત વધારીને ૨૦ જાન્યુઆરી સુધીની કરી દેવામાં આવી હતી. એસ્ટેટ ડેવલપર્સની સંસ્થા સીઆરઈડીએઆઈ પણ નવા જંત્રીના દરો સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને માંગ કરી હતી કે સૂચનો વાંધા–વિરોધ નોંધાવવા માટેની મુદત વધારીને ૩૧ માર્ચ સુધીની કરાય જેમાં પક્ષકારોએ વાંધો ઉઠાવ્યો હતો કે જાહેર કરાયેલા જંત્રીના દરો તદ્દન ગેરવાજબી અને બિન–તાર્કિક છે અને તેમાં આડેધડ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. રાયમાં ૪૦,૦૦૦ જેટલા વેલ્યૂ ઝોન આવેલા છે અને તેનો અભ્યાસ હાથ ધરવાનો હવે સમય પાકી ગયો છે. સરકાર દ્રારા જાહેર કરાયેલા નવા દરો ડેવલપર્સને તો અસર કરશે જ પરંતુ તેનાથી ખેડૂતોને પણ મોટુ નુકસાન થઇ શકે છે. જાહેર કરાયેલા દરોના માળખાનો એકવાર વિગતવાર અભ્યાસ પૂર્ણ થાય ત્યારબાદ તેની રજૂઆત કરવા માટે પણ વધુ સમયની જર પડશે.રાય સરકારે સત્તાવાર રીતે ગત ૨૦ નવેમ્બરના રોજ જંત્રીના દરો જાહેર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech