આવતીકાલથી શુભ મુહૂર્તો, શનિવારે પુષ્યનક્ષત્ર યોગ, જાણો ચોપડા ખરીદી અને અન્ય શુભ દિવસોના ચોઘડિયા

  • November 02, 2023 09:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વર્ષનો મહત્વનો ગણાતો દિપોત્સવ પર્વ નજીક આવી રહ્યો છે. આગામી સપ્તાહે અગિયારસથી શૃંખલાબધ્ધ પર્વનો પ્રારંભ થશે. શહેરમાં નવરાત્રિ પૂર્ણ થતાની સાથે જ દિવાળીનોઝગમગાટ જોવા મળ્યો છે. શુક્રવારથી દિપાવલીના શ્રેષ્ઠ મુહર્તો શરૂ થઈ રહ્યા છે. તા.3-11ને શુક્રવારે વેપારીઓ માટે ચોપડા ખરીદી માટેનું શુભ મુહર્ત છે. તા.4-11ને શનિવારે પુષ્યનક્ષત્ર યોગ અને તા.5-11ને રવિવારે રવિપુષ્યામૃત યોગ છે. આગામી બુધવારે અગિયારસથી દિપાવલી પર્વની ઉજવણી શરૂ થશે.


ચોપડા ખરીદી દિન
આસો વદ-6ને શુક્રવાર, તા.3-11-2023ના રોજ આખો દિવસ અને રાત્રી શુભ રવિયોગ છે. સવારે: ચલ, લાભ, અમૃત 6-53 થી 11-06, બપોરે: શુભ 12-30 થી 1-55, સાંજે : ચલ 4-43 થી 6-08, રાત્રે: લાભ 9-19 થી 10-55


પુષ્યનક્ષત્ર યોગ
આસો વદ-7ને શનિવારે તા.4-11-2023ને સવારે 7-56 થી આખો દિવસ અને આખી રાત્રી છે. સવારના ચોઘડીયા: 8-18 થી 9-42 સુધી, શુભ 12-30 થી 4-43 સુધી ચલ, લાભ, અમૃત ચોઘડીયું રાત્રીના ચોઘડીયા: 6-07 થી 7-43 સુધી લાભ, 9-19થી 12-31 સુધી શુભ, અમૃત ચોઘડીયા


રવિપૃષ્યામૃત યોગ
આસો વદ-8ને રવિવાર તા.5-11-2023ના સવારના 10-28 સુધી રવિપૃષ્યામૃત યોગ છે. દિવસના ચોઘડીયા: સવારે 8-18 થી 9-42 સુધી ચલ, 9-42 થી 12-30 સુધી લાભ, અમૃત અને 1-54 થી 3-18 સુધી શુભ ચોઘડીયું રાત્રે 6-07 થી 10-55, શુભ, અમૃત ચલ ચોઘડીયું
ચોપડા ખરીદવા ઓર્ડર આપવા માટે શુભ દિવસ છે. સુવર્ણ, રજત, શ્રીયંત્ર, કુબેર યંત્ર ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ છે.

ધનતેરસ
આસો વદ-12 શુક્રવાર તા.10-11-2023 દિવસે હસ્ત નક્ષત્ર આખો દિવસ શુભ છે. સવારના ચોઘડીયા: ચલ, લાભ, અમૃત 6-57 થી 11-07 બપોરના ચોઘડીયા: શુભ 12-31 થી 1-54, બપોરના ચોઘડીયા: ચલ 4-41 થી 6-04, રાત્રીના ચોઘડીયા: લાભ 9-18 થી 10-54


કાળી ચૌદશ
આસો વદ-13ને શનિવાર તા.11-11-2023ના દિવસે કાળી ચૌદશનો પ્રારંભ બપોરે 1-58 થી થશે. આથી કાળી ચૌદશના જે લોકો નેવૈદ સાંજના કરતા હોય તેઓએ શનિવારે નૈવેદ કરવા અને બપોરે નૈવેદ કરતા હોય તેઓએ રવિવારે તા.12-11-2023ના દિવસે બપોરે 12-45 પહેલા કરી શકાશે. આથી પંચાંગના નિયમ પ્રમાણે શનિવારે રાત્રીના હનુમંત પૂજન, કાળભૈરવ પૂજન, બહકવીર પૂજન, કાલીપૂજા, મશીનરીનું પૂજન કરવું.


દિપાવલીનો પ્રદોષકાળ પૂજન માટેનો શ્રેષ્ઠ સમય
આસો વદ-14ને રવિવાર તા.12-11-2023ના રોજ છે. બપોરે 12-09 થી 12-53 સુધી અભિજિત મુહર્ત છે. સાંજે પ્રદોષકાળનો શુભ સમય રાત્રે 6-03 થી 8-39 સુધી છે. વૃષભ સ્થિર લગ્ન 6-17 થી 8-14, કુંભ સ્થિર નવમાંશ રાત્રે 6-30 થી 6-42, વૃષભ સ્થિર નવમાંશ રાત્રે 7-08 થી 7-20 રાત્રે નિશિથ કાળનો શુભ સમય: રાત્રે 12-05 થી 12-56 છે.
આસો વદ-14ને રવિવાર તા.12-11-2023ના દિવસે શુભ દિપાવલી છે. સ્વાતિ નક્ષત્ર હોવાથી દિવાળી ઉતમ છે. પ્રદોષકાળ વ્યાપીની મળતી હોવાથી આ દિવસે લક્ષ્મીપૂજન કરવું શુભ છે.

રાજકોટના અક્ષાંશ-રેખાંશ પ્રમાણે સ્ટા. ટાઈમ સવારે 6-58 થી સૂર્યોદય થાય છે. શાસ્ત્રોક્ત દૃષ્ટિએ હોરા તથા ચોઘડીયાનો પ્રારંભ સુર્યોદયથી થાય છે.


લાભ પાંચમ:

કારતક સુદ 5 શનિવાર તા.18-11-2023ના રોજ લાભપાંચમ છે. સવારે 8-24થી 9-47 સુધી શુભ ચોઘડીયું છે. બપોર 12-32થી 4-39 ચલ, લાભ, અમૃત ચોઘડીયું છે.


દિવસના શ્રેષ્ઠ ચોઘડિયા
ક્રમ    ચોઘડીયા    સમય
1    ચલ    8-21 થી 9-44
2    લાભ    9-44 થી 11-08
3    અમૃત    11-08 થી 12-31
4    શુભ    1-54 થી 3-17


રાત્રીના શ્રેષ્ઠ ચોઘડિયા
ક્રમ    ચોઘડીયા    સમય
1    શુભ    6-03 થી 7-40
2    અમૃત    7-40 થી 9-17
3    ચલ    9-17 થી 10-54
4    લાભ    2-08 થી 3-45
5    શુભ    5-22 થી 6-59

દિવસના શુભ હોરા
ક્રમ    હોરા    સમય
1    શુક્ર    7-54 થી 8-49
2    બુધ    8-49 થી 9-44
3    ચંદ્ર    9-44 થી 10-40
4    ગુરુ    11-35 થી 12-31
5    શુક્ર    2-22 થી 3-17
6    બુધ    3-17 થી 4-13
7    ચંદ્ર    4-13 થી 5-08


રાત્રીના શુભ હોરા
ક્રમ    હોરા    સમય
1    ગુરુ    6-03 થી 7-08
2    શુક્ર    9-17 થી 10-22
3    બુધ    10-22 થી 11-27
4    ચંદ્ર    11-27 થી 12-31
5    ગુરુ    1-36 થી 2-40
6    શુક્ર    4-50 થી 5-54
7    બુધ    5-54 થી 6-59


સંકલન: શાસ્ત્રી રાજદીપ જોષી





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application