મથુરામાં શ્રી યમુનાજીનો ચૂંદડી મનોરથ

  • November 21, 2024 11:06 AM 

સલાયા લોહાણા મહાજન આયોજિત વ્રજયાત્રામાં બુધવારે મનોરથ યોજાયો


સલાયા લોહાણા મહાજન દ્વારા રઘુવંશી પરિવારો દ્વારા નિઃશુલ્ક વ્રજયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે શામળાજી, નાથદ્વારા, પુષ્કર, મથુરા થઈ અને આખા વ્રજમાં યાત્રા કરી રહી છે. આ દરમ્યાન બુધવારે મથુરા મુકામે શ્રી વિશ્રામ ઘાટમાં કિસુમુ નિવાસી શેઠ જયંતભાઈ વીઠલદાસ બદિયાણી દ્વારા સ્વ. ભારતીબેન જયંતભાઈ બદિયાણી તથા સ્વ. જ્યોતિબેન શશિભાઈ બદિયાણીની સ્મૃતિમાં યમુના મહારાણીજીનો ચુંદડી મનોરથ ધામધૂમપૂર્વક યોજ્યો હતો. જેમાં ચુંદડીજીની પૂજા અર્ચના સલાયા લોહાણા મહાજનનાં પ્રમુખ ભરતભાઈ લાલ પરિવાર દ્વારા કરવામાં આવી હતી.

આ પૂજા-અર્ચના મથુરાના મોહનભાઈ ગોર દ્વારા કરાવવામાં આવી હતી. ત્યારબાદ આ સંઘ વાઝતે ગાજતે ઘાટ ઉપર પહોંચી અને 51 ચુંદડીનો મનોરથ કર્યો હતો. તેમજ શ્રી યમુનાજીને અન્નકૂટ પ્રસાદ ધરાયા હતા. આ તકે તમામ રઘુવંશી યાત્રાળુઓ ઉત્સાહભેર આં મનોરથનો પૂજનનો લાભ લીધો હતો. આ શુભ અવસરે સલાયા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઇ લાલ દ્વારા એમના માતૃશ્રી પ્રેમકુવરબેન દામોદર લાલની સ્મૃતિમાં મથુરા પધારતા યાત્રાળુઓની સુવિધા વધે એ માટે શ્રી પુરુષોત્તમ ગોરને રૂમ બનાવવા માટે રૂા. 1,51,000/- નું અનુદાન કર્યું હતું. આમ આ સુંદર આયોજન બદલ લોહાણા મહાજન સલાયાને ઠેર-ઠેરથી સુભેક્ષાઓ મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application