રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી: ૪ દરોડામાં ૨૫ ઝડપાયા

  • August 09, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લામાં હવે શ્રાવણીયા જુગારની મોસમ ખીલી હોય તેમ અલગ–અલગ ચાર દરોડામાં પોલીસે ૨૫ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. જેમાં ઉપલેટા પોલીસે ૮ જેતપુર પોલીસે ૫ અને પાટણમાં પોલીસે અલગ–અલગ બે દરોડામાં ૧૨ શખસોને ઝડપી લીધા હતા.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ઉપલેટા પોલીસ મથક સ્ટાફે અહીંના ગાધાના પારા પાસે ભગવતી પાર્ક–૧ માં જાહેરમાં જુગાર રમતા ૮ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડ પિયા ૨૩,૦૫૫ કબજે કર્યા હતા. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં રઘુ સોમાભાઈ કાછરોલા, રોનક જયંતીભાઈ મસાલીયા, દિનેશ જેરામભાઈ ડામા, અર્જુન કેતનભાઇ મસાલીયા, ધવલ જમનભાઈ કોરીયા, પ્રવીણ મુકેશભાઈ નગેવાડીયા,ઉમેશ ભરતભાઈ ધંધુકિયા અને વિપુલ સુરેશભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.
યારે જુગારના અન્ય દરોડામાં જેતપુર પોલીસ મથકના સ્ટાફે વાડસડા ગામમાં મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા. જેમાં ભુપત સાજણભાઈ ખુમાણ,લમણ ભલાભાઇ દાફડા, મહેશ ભીખાભાઈ રાઠોડ, પ્રતાપ મોહનભાઈ ખુમાણ, વાલજી ચનાભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૬૨૫૦ કબજે કર્યા હતા.
પાટણવાવ પોલીસે કાથરોટા ગામની સીમમાં ભીખાભાઈ વાઘીયાની ભાગમાં વાવવા રાખેલ વાડી નજીક લીમડાના ઝાડ નીચે રાત્રિના ટોર્ચના અજવાળે જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા. જેમાં હિતેશ ઉર્ફે ગાંગુ સવાદાસભાઈ સાકરીયા, નાગજી ઉર્ફે ભલો ભીખાભાઈ પાઘડાર, પ્રાગજી પોપટભાઈ મારકણા, વિનય રણછોડભાઈ કોરાટ, લખમણ હરદાસભાઇ હત્પણ, અરજણ ઉકાભાઇ માડમ અને સંજય લીલાભાઈ પાઘડારનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૨,૩૧૦ કબજે કર્યા હતા. પાટણવાવ પોલીસે અન્ય એક દરોડામાં નાનીમારડ ગામની સીમમાં રોનક ખોડાભાઈ તળપદાએ ભાગમાં રાખેલ વાડીના સેઢા પાસે જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા. જેમાં રોનક તળપદા ઉપરાંત કમલેશ મનસુખભાઈ સુરીયા, રાજદીપ રામદેવસિંહ જાડેજા, કિરણસિંહ ઉર્ફે કાનો બળદેવસિંહ જાડેજા, વિનુ રણછોડભાઈ દેસાઈનો સમાવેશ થાય છે.પોલીસે પટમાંથી રોકડ પિયા ૨૭૬૦ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application