જામનગરમાં શ્રાવણીયો જુગાર: મહિલાઓ સહિત ૮૪ ઝબ્બે

  • August 29, 2023 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આદર્શ સોસાયટીમાં મહિલા સંચાલીત જુગારનો અખાડો : ૧૫ સ્થળે પોલીસના દરોડા : વાસાવીરા સોસાયટી, બેડ, વસંતવાટીકા, રણજીતનગર, સિકકા, કાલાવડ, રીંજપર, થાવરીયા, પાટણ, વરવાળા, બેઠક, સિઘ્ધાર્થનગર વિગેરે સ્થળે જુગારીઓ ઝપટમાં

જામનગર શહેર, જીલ્લામાં વધુ ૧૫ સ્થળે પોલીસે જુગાર અંગે દરોડા પાડી મહિલાઓ સહિત ૮૪ જુગારીઓને રોકડ, મોબાઇલ, વાહન અને સાહિત્ય મળી લાખોના મુદામાલ સાથે અટકાયત કરી હતી, બે શખ્સ નાશી છુટયા હતા, શહેરના કામદાર કોલોની, અન્ડરબ્રીજ, વસંતવાટીકા, વાસાવીરા, થાવરીયા, સિકકા, રણજીતનગર, બેડ, બાધલા, વરવાળા, પાટણ, મહાપ્રભુજીની બેઠક નજીક, સિઘ્ધાર્થનગર, કાલાવડના કૈલાશનગર, દિ.પ્લોટ ૫૮, રીંજપર જેવા સ્થળોએ પોલીસે દરોડા પાડયા હતા જેમાં મહિલાઓ, વેપારીઓ સહિતના ઝપટમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
કામદાર કોલોની શેરી નં. ૨ આદર્શ સોસાયટીમાં માધવદર્શન ટેનામેન્ટમાં હર્ષાબેન પોતાના મકાને નાલ ઉઘરાવી જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો, જેમાં તિનપતીનો જુગાર રમતા માધવદર્શન ટેનામેન્ટ ત્રીજુ મકાન ખાતે રહેતી હર્ષાબેન પ્રશાંત સુંબડ, રામેશ્ર્વરનગરની શોભનાબેન ભાવેશ વ્યાસ, અભિલાષા એપાર્ટમેન્ટ ફલેટ ૧૦૬માં રહેતી ફાલ્ગુનીબેન સુનિલ ત્રિવેદી, આદર્શ સોસાયટી શેરી નં. ૧માં રહેતી વિજયાબેન પ્રફુલ ગુઢકા, નંદધામ સોસાયટી બ્લોક નં. ૨૭માં રહેતી રંજનબા દિપકસિંહ ઝાલા, મંગલબાગ શેરી નં. ૨માં રહેતી મીનાબા નરેન્દ્રસિંહ સોઢા, જલાની જાર ચોકસી ફળીમાં રહેતી જયશ્રીબેન ભરત જોશી અને માધવદર્શન ખાતે રહેતી દક્ષાબેન નિલેશ સુબડની અટકાયત કરી સીટી-સી પોલીસે રોકડા ૨૨૫૨૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
બીજા દરોડામાં જામનગરના અન્ડરબ્રીજ પાસે વાસાવીરા સોસાયટી ગલીમાં જાહેરમાં ગંજીપતાનો જુગાર રમતી વાસાવીરા સોસાયટીમાં રહેતી ભારતીબેન જગદીશ પાણખાણીયા, શકિતનગર હરીઓમ ટાવર ખાતે રહેતી દમયંતીબેન શાંતી માનસતા, શિવમપાર્ક ૨ ખાતે રહેતી પાર્વતીબેન રામ સગર, ઇન્દીરા સોસાયટી ૧માં રહેતી નયનાબેન નિતીન દાણીધર, માતૃઆશિષ શેરી નં. ૨માં રહેતી હંસાબેન દિપક ગોવાણી, ટીબી હોસ્પીટલ નજીક નહેરુ કોલોનીમાં રહેતી જોશનાબેન વિપુલ અજુડીયા, વૃંદાવન સોસાયટીમાં રહેતી દ્રોપદીબેન વિનોદ લાલવાણી, ઓશવાળ ૩ ખાતે રહેતી ઉમાબા વનરાજસિંહ ગોહીલ, નવાગામ ઘેડ લક્ષમી એપાર્ટમેન્ટ સામે રહેતી કુસુમબેન જેન્તીલાલ મેરની સીટી-સી પોલીસે અટકાયત કરી રોકડા ૨૭૮૩૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
ત્રીજા દરોડામાં જામનગરના મહાપ્રભુજીની બેઠક પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા બેઠક પાસે ખોડીયારનગરમાં રહેતા નરેન્દ્ર ડાયા પરમાર, વૃજવલ્લભ સોસાયટીના ભરત દેવજી સોનગરા, ગાયત્રી સોસાયટીના સુનિલ કાનજી પરમાર, બેઠક પાસે રહેતા નિતીન લાલજી નકુમ, અજય ઉર્ફે રાકેશ રવજી પરમાર અને અરવિંદ કાનજી પરમારને રોકડા ૧૨૭૯૦ અને ગંજીપતા સાથે સીટી-એ પોલીસે પકડી લીધા હતા, જયારે શહેરના સિઘ્ધાર્થનગર-૪માં તિનપતીનો જુગાર રમતા સિઘ્ધાર્થનગરના નિતીની જગદીશ બારીયા, નિતેશ ચના પરમાર, કાના સવજી મકવાણા, પ્રકાશ નાનજી પરમાર અને જયેશ જગદીશ પારીયાને રોકડા ૧૦૧૫૦ અને ગંજીફા સાથે દબોચી લીધા હતા.
સિકકા હાઉસીંગ બોર્ડ ખાતેની જુમા કોલોની રોડ પર તિનપતીનો જુગાર રમતા સિકકાના ઇસ્માઇલ ઉમર સુભણીયા, ઇન્દુબેન કાન્તીલાલ દાવદ્રા, હનીફા ઇસ્માઇલ સુભણીયા, હસુબા બાલુભા જાડેજા, મૈયાબેન ભીખુ જોશીને અટકમાં લઇ ૪ મોબાઇલ અને ૨૨૨૦ની રોકડ જપ્ત કરી હતી, જયારે લાલપુરના બાધલા ગામે ઓટ ઉપર જુગાર રમતા નરેશ પરબત સોરઠીયા, કલ્પેશ અમરશી સોરઠીયા, કેતન આલા સોરઠીયાને રોકડા ૧૪૧૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
જામજોધપુરના વરવાળા નદીના પુલ પાસે ગંજીપતાનો જુગાર રમતા મહિકી ગામના જીતેન્દ્ર ટપુ સોલંકી, ભગવતીપરાના મનિષ વિઠલ વરાણીયા, મેલાણના બધા રામા છેલાળાને રોકડા ૨૫૫૦ સાથે પકડી લીધા હતા, તેમજ પાટણ ગામમાં પાના ટીંચતા પાટણના મનિષ રામા ખસીયા, ભાયાવદરના હરસુખ ભાયા ખસીયા, પાટણના વનુ અરજણ મકવાણા, દક્ષાબેન અરવિંદ ગુજરાતી, મેના ઉકા પરમારને રોકડા ૫૨૩૦ સાથે અટકાયત કરી હતી.
અન્ય દરોડામાં જામનગરના રણજીતનગર જુના હુડકા પાસે પાના ટીંચતા જુના હુડકાના પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ ચૌહાણ, દિ.પ્લોટ ૪૫માં રહેતા વિજયસિંહ રણજીતસિંહ ચૌહાણ, મકવાણા સોસાયટીના આશિષ રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ, રણજીતનગરના વિપુલ લાભશંકર લવા, પવનચકકીના મનિષ જગદીશ ધનવાણીને રોકડ ૩૧૯૦ સાથે પકડી લીધા હતા, જયારે બેડ વાડી વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા લાખાબાવળના રમેશ ઉર્ફે ધમો કરશન મકવાણા, રસુલનગરના મુબારક ઉર્ફે જાકુબ હાસમ બારોયા, બેડના જસરાજ ઉર્ફે જગો ઘેલા માતંગ અને સિકકા ધુળીયા પ્લોટમાં રહેતા અસગર ઉર્ફે ડેની સુલેમાન સંઘારને સિકકા પોલીસે દરોડા દરમ્યાન ૧૦૨૨૦ સાથે પકડી લીધા હતા.
લાલપુરના રીંજપર ગામમાં તિનપતીનો જુગાર રમતા સતિષ દેવશી વશરા, હોથીજી ખડબાના ભરત કેશુર ડાંગર અને રીંજપરના ખીમા રામા વશરાને રોકડ ૬૧૯૦ સાથે દબોચી લીધા હતા, જયારે જામનગરના દિ.પ્લોટ ૫૮માં જુગાર રમતા ભરતસિંહ વકજી પઢીયાર, હરેશ પરસોતમ શેઠીયા, કેતન ઉર્ફે કેતુ વસંત ગોરીને રોકડા ૧૦૯૫૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા, દરોડા વખતે કરણ ઉર્ફે બાડો વસંત ગોરી અને દિપક લક્ષમીદાસ ગોરી આ બંને નાશી છુટયા હતા.
વધુ એક દરોડામાં રણજીતસાગર રોડ, વસંતવાટીકા મધુરમવીલા સોસાયટીના છેડે તિનપતીનો જુગાર રમતા દિ.પ્લોટ ૨૨માં રહેતા હિરેન મહેશ ગલાણી, દિ.પ્લોટ ૧૧ના અંકીત બલરામ પારવાણી, દિ.પ્લોટ ૨૪માં રહેતા સાગર જગદીશ દુલાણી, દિ.પ્લોટ ૨૨માં રહેતા હિતેશ શંકર દુલાણી, આકાશ ઉર્ફે આકુ મોહન ગલાણી, આશીર્વાદદીપ ૪ ખાતે રહેતા પ્રફુલ હરી ગધવા, ગ્રીનસીટી-૨માં રહેતા સાહીલ જગદીશ દુલાણી, જુની સાધના રોડ બ્લોક ૮/૩૩ ખાતે રહેતા સંજય પરમાનંદ ધનવાણી અને દિ.પ્લોટ ૨૨માં રહેતા રાજેશ હસમુખલાલ દુલાણીને રોકડા ૧૨૬૦૦ અને ગંજીપતા સાથે સીટી-એ પોલીસે પકડી લીધા હતા, જયારે થાવરીયા ગામમાં પીપરના ઝાડ પાસે જુગાર રમતા નાના થાવરીયાના દિપક બુધા જેપાળ, શૈલેષ વિરજી જેપાળ, જયેશ લખમણ જેપાળ, જેન્તી પુંજા જેપાળ, મિયાત્રા ગામના શિવરાજસિંહ મહિપતસિંહ કંચવા, નાના થાવરીયાના નારુભા લાખાજી જાડેજા અને વિરજી રામજી જેપાળને રોકડા ૨૧૩૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
આ ઉપરાંત કાલાવડના કૈલાશનગર પાછળ બાવળની ઝાડીમાં તિનપતીનો જુગાર રમતા કૈલાશનગરના જેન્તી પોપટ સાવલીયા, પંકજ રમેશ ગઢીયા, ખોડીયારપરાના રાજેશ કાનજી ઢોકરીયા, કુંભનાથપરાના મયુર પરસોતમ દોંગા, ખોડીયાર કોલોનીના જયદીપ કાંતી લુણાગરીયા, કૈલાશનગરના સમીર જમન સાવલીયા, કુંભનાથપરાના મેહુલ મગન ફળદુ, કાલાવડ સાગર કોમ્પ્લેક્ષ આર્યન સ્ટુડીયો ખાતે રહેતા રમણીક ઉર્ફે છોટુ ગણેશ ડોબરીયાની ટાઉન પોલીસે અટક કરી રોકડ ૨૨૯૭૦, ૩ મોબાઇલ, ૨ બાઇક મળી કુલ ૮૩ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application