પૂરતી સુવિધા આપવા લોક માંગ
ભાણવડના એક માત્ર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતા તબીબ તેમજ દવાઓનો અપૂરતો જથ્થો સહિત અદ્યતન મશીનની સુવિધાના ન હોવાથી સેંકડો દર્દીઓમાં નારાજગી જોવાઇ રહી છે, આ બાબતે મોટા કાલાવડ ગામના ભાવિકભાઇ એ આરોગ્ય ખાતાના વરિષ્ઠ અધિકારીને તાકીદે પત્ર લખી વ્હેલી તકે ખૂટતી સુવિધા આપવા રજૂઆત કરી છે.
ભાણવડ વિસ્તારની જનતાને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અન્યાય કરાતો હોવાની ફરિયાદો ઉઠી છે, ખાસ કરીને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતા ડોકટરોનો પ્રશ્ર્ન લોકો માટે માથાના દુ:ખાવા સમાન બની રહી છે, ડોકટરોની અપૂરતી સંખ્યાથી સેંકડો દર્દીઓની નિદાન સારવારમાં હેરાનગતિ સહન કરવી પડે છે, જ્યારે ઇમરજન્સીમાં કોઇ દર્દી સારવાર માટે આવે છે, ત્યારે ઓપીડીમાં રાહ જોઇને બેઠેલા દર્દીઓને લાંબો સમય બેસી રહેવું પડે છે.
ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ માટે રાખેલો દવાનો જથ્થો પણ અપૂરતો હોય છે, જેથી બીમારી દર્દીને બહાર ખાનગી મેડીકલ, સ્ટોરમાંથી મોંઘી દવાઓ ખરીદવી પડે છે, જેમાં ગરીબ વર્ગને આર્થિક રીતે પરવળતું નથી, આ સિવાય સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એકસરે મશીન પણ ખૂબ જ જુનું થઇ ગયું છે. હાડકાના દર્દીઓને કેવી ઇજા થઇ છે, તે જાણવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે, જેથી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અદ્યતન પ્રકારના એકસરે મશીનની માંગ બુલંદ બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોગસ દસ્તાવેજ દ્વારા ડેન્ટલ ટેકનીશીયન તરીકે યુવાને કરી નોકરી
December 19, 2024 02:31 PMપોરબંદરમાં માનવીઓ બાદ હવે શ્ર્વાન માટેની આવાસ યોજનાનો થયો શુભારંભ
December 19, 2024 02:30 PMશિવાજી બાગને બચાવવા નગરપાલિકાનું તંત્ર જાગે
December 19, 2024 02:28 PM૨૫ ડિસેમ્બર શુસાસન દિવસે પોરબંદર મહાનગરપાલિકાનો થશે ઉદય
December 19, 2024 02:27 PMસંસદમાં ધક્કામુક્કી મામલે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ 11 વાગ્યા સુધી સ્થગિત
December 19, 2024 02:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech