જૂનાગઢમાં અનઅધિકૃત ઘાસચારો વેચતા ૧૧ વેપારીઓની દુકાન સીલ

  • October 03, 2024 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ શહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઇસમોને પકડવા મહાનગરપાલિકા કમિશ્નર ડો.ઓમ પ્રકાશના આદેેશ બાદ નાયબ કમિશ્નર ઝાંપડા દ્રારા શહેરી વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગેા ઉપર અડચણપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઇસમોને પકડવા આદેશ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રોજેકટ ઓફિસર એચ.કે.ચુડાસમા, કેટલ પાઉન્ડ સુપરવાઈઝર રાજેશભાઈ પરમાર,  આસિ.કમિશનર(ટેક્ષ) અને સેક્રેટરી તથા સેનીટેશન સુપ્રિ. કલ્પેશ ટોલિયા,હાઉસ ટેક્ષ સુપ્રિ વિરલભાઈ જોષી, રાજુભાઇ મેહતા અને સેનેટરી ઇન્સ્પેકટરની ટીમ દ્રારા શહેરમાં જથ્થાબધં ઘાસચારાનું વેચાણ કરતા દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી.જેમાં આધાર પુરાવા વગર જાહેરમાં અનધિકૃત ઘાંસચારાનું વેચાણ કરી ગંદકી ફેલાવવા બદલ અનિલભાઈ હિરપરા (દાતાર રોડ પાંજરાપોળની જગ્યા), કેશુભાઈ  અરશીભાઈ  મોઢવાડિયા (ભરડાવાવ ષિરાજ ગૌશાળા પાસે) ,અમીનભાઈ પીરાણી (સુખનાથ ચોક મસ્જિદ વાળી દુકાનમાં),સલીમભાઇ આમદભાઈ  પીરાણી ( સુખનાથ ચોક રોયલ પ્રોવિઝન પાસે), ઇમરાનભાઇ આમદભાઈ પીરાણી (મજેવડી દરવાજા પાસે આશાપુરા  શોમિલ સામે),ભરતભાઈ કરમુર (માર્કેટિંગ યાર્ડ રોડ ભોલેનાથ ટ્રેડર્સ સામે),પાંચાભાઇ  પરબતભાઇ હેરભા (માર્કેટિંગ યાર્ડ રોડ રાધિકા  સેલ્સ  એજન્સીની બાજુમાં)
રહીમભાઈ  હાજીભાઇ (જિ.આઈ.ડી.સી રોડ પેટ્રોલપપં પાસે), યુનુસ  વાલીમમદ  ધૂમલીયા (ઝાલોરાપા રોડ ચારાપીઠ), ઇબ્રાહીમભાઇ  જમાલભાઈ  જમાતી  (ઝાલોરાપા રોડ ચારાપીઠ), સાદીકભાઇ  જમાલભાઈ પડાયા( ઝાલોરાપા રોડ ચારાપીઠ),કુલ અગિયાર દુકાનદારો  ઘાસચારો વેચાણ કરવાના આધાર પુરાવા રજૂ ન કરતા હોલસેલર  ચારાની દુકાનો સીલ કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application