ગામડાંઓમાં પણ શોપ એકટના લાયસન્સ ફરજિયાત

  • January 04, 2024 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારની જેમ ગ્રામ્ય વિસ્તારમાં પણ શોપ એકટના લાયસન્સ ફરજિયાત રીતે લેવા પડશે તેવો નિર્ણય આજે મળેલી રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં લેવાયો છે. પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ અધ્યક્ષ સ્થાનેથી આ દરખાસ્ત મૂકી હતી અને તે પસાર થઈ છે. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે નવી વ્યવસ્થા મુજબ દરેક ધંધાર્થીએ ગ્રામ પંચાયત પાસે ફરજિયાત રીતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ગ્રામ પંચાયતો દ્રારા તેમને જે પ્રમાણપત્ર આપવામાં આવે તે ધંધાના સ્થળે લગાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવતા પહેલા જે તે ધંધાર્થીએ પોતે સ્વચ્છતા અને સાફ સફાઈના ધોરણો બરાબર જાળવશે તેવી ખાતરી આપવી પડશે અને જો નહીં જળવાઈ તો લાઇસન્સરદ કરવાથી માંડી દડં સુધીની જોગવાઈ કરવામાં આવી છે.

ગ્રામ પંચાયતોમાં વીજળીના બિલ ઘટાડવા માટે સોલાર ફટોપ લગાવવાની યોજના છે. સરકાર તરફથી ગ્રાન્ટની જે રકમ મળે છે તેના વ્યાજની આવકમાંથી રાજકોટ જિલ્લાની ૭૫ ગ્રામ પંચાયતોમાં આ મુજબ સોલાર ફટોપ લગાવવામાં આવશે. રાજકોટ જિલ્લા પંચાયતના સ્વભંડોળની ગ્રાન્ટમાંથી થયેલા કામમાંથી ૨૦૧૯–૨૦થી ૨૦૨૩ સુધી ના અનેક કામ હજુ બાકી છે. આવા ૮૨ કામમાં ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીનો મુદત વધારો આપવાનો ઠરાવ પણ જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં કરવામાં આવ્યો હતો.

ગત સામાન્ય સભામાં જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી. પંચાયત ધારાની જોગવાઈ મુજબ કોઈ સભ્ય બેથી વધુ સમિતિમાં રહી શકતા નથી પરંતુ તેનો ભગં થયાનું મોડે મોડે ખબર પડતા આજની સામાન્ય સભામાં તે ભૂલ સુધારી લેવામાં આવી હતી . શિક્ષણ સમિતિમાં અગાઉ બે સભ્યોના રાજીનામા લેવાયા બાદ ખાલી પડેલી જગ્યા પર આજે સુમિતાબેન લુણાગરિયા અને ભાનુબેન બાબરીયાની નિમણૂક કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application