દ્વારકા જિલ્લાનાં હર્ષદ દરિયાકિનારે આવેલ પૌરાણિક શિવાલયમાંથી શિવરાત્રીનાં આગલા દિવસે શિવલીંગની ચોરી થયેલ જેમાં પોલીસે વિશેષ ટીમ બનાવીને સી.સી. કેમેરા તેમજ મોબાઇલ ડેટાનું એનાલીસીસ કરીને ભારે જહેમતનાં અંતે ભેદ ઉકેલી નાખ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારની મહિલાઓ સહિતની ટોળકીને પકડી લીધી છે. એક આરોપીની ભત્રીજીને સપનામાં અહીંના શીવલીંગની ઘરે સ્થાપના કરશો તો પ્રગતિ, ફાયદો થશે એવું આવતા આ સપનાની વાત ઘ્યાને લઇને પકડાયેલા શખ્સોએ હર્ષદ ખાતે રોકાઇ રેકી કરી શીવલીંગ લઇ ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
હર્ષદ દરિયા કિનારે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરના ગર્ભગૃહના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી પ્રાચીન અમુલ્ય કિંમતી શીવલીંગ તથા અર્ધચંદ્રાકાર શીવલીંગનુ થાળુ કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ગુન્હો કરેલ હોય.
હાલમા સમગ્ર ભારત મા દ્વારકા જીલ્લો યાત્રા ધામા તરીકે ખુબ જ વિકસી રહેલ હોય અને આ પૈકીનુ એક પૈારાણીક શિવાલય ભીડભંજનેશ્વર મહાદેવ હર્ષદ ગામ પાસે આવેલ હોય અને આ શિવમંદિર તેના રમણીય સમુદ્રકિનારા અને આહલાદક વાતાવરણ ના કારણે પ્રવાસીઓના આકર્ષણ નુ કેંદ્ર બનેલ હોય અને શિવની ઉપાસનાનો પર્વ શિવરાત્રીનો તહેવાર આવી રહેલ હોય એવા સમયે આ શિવાલયનુ શિવલીંગ અને થાળુ રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમો જડમુળમાથી ઉખાડીને ચોરી કરી લઇ ગયેલ હોય જેથી સનાતન ધર્મી લોકોની ધાર્મીક લાગણી ખુબજ દુભાઇ હોય અને કોઇ પણ ભોગે આ દુષ્ટોને પકડી પાડવા માટે આસ્થીકો દ્વારા રજુઆતો થઇ હતી.
ઉપરોક્ત બનાવ બનેલ તે સ્થળ હર્ષદ ગામ થી દુર સમુદ્રકિનારે આવેલ હતુ દિવસ દરમીયાન સુર્યોદય થી લઇને સુર્યાસ્ત સુધી યોત્રીકોની ખુબ જ અવર જવર ચાલુ રહેતી આ મંદિર ગામથી દુર હોવાના કારણે રાત્રી દરમીયાન કોઇ વ્યક્તિનું આવન-જવન થતુ જ ન હતુ. ભૈગોલીક રીતે દ્વારકા અને પોરબંદર જીલ્લાની સીમાને જોડતુ સ્થળ છે. સી.સી.ટીવી.. કેમેરા હતા નહિ. કોઇ વ્યક્તિ નજરે જોઇ શકે અને પોલીસને માહિતી મળી શકે એવી પણ શક્યતાઓ ન હતી.
ગુન્હો કોઇ પણ ભોગે તાત્કાલીક શોધી કાઢવા માટે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર દ્વારા જીલ્લા પોલીસને સુચના આપવામા આવેલ જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેયએે જીલ્લાના બન્ને વિભાગ દ્વારકા અને જામખંભાળીયા બન્ને વિભાગીય પોલીસવડાએ હાર્દીક પ્રજાપતી (એસ.ડી.પી.ઓ. ખંભાળીયા) અને સગર રાઠોડ (એસ.ડી.પી.ઓ. દ્વારકા) અને કે.કે. ગોહિલ (એલ.સી.બી. પો.ઇન્સ) પી.સી.સીંગરખીયા (એસ.ઓ.જી. પો.ઇન્સ) એ.એલ. બારસીયા એલ.સી.બી. પો.ઇન્સ તથા ટી.ડી.ચુડાસમા પી.આઈ. દ્વારકા, કલાયણપુર પી.એસ.આઈ. યુ.બી.અખેડ, એસ.ઓ.જી. પી.એસ.આઈ. આર.જી. વસાવા, પી.એસ.આઈ. એમ.આર.સવસેટા, પી.એસ.આઈ. પી.જે. ખાટ સહિતના અધીકારી તથા એલ.સી.બી. અને એસ.ઓ.જી. નો પુરો સ્ટાફ કે જે વણશોધાયેલ ગુન્હાઓ ઉકેલ અને બ્લાઇંડ કેસમા ટેકનીકલ ડેટા અને હુમનસોર્સ ફેકત્રીત કરવા અને તેને કુનેહ પુર્વક એનેલાઇઝ કરવામા માહિર હોય તેવા પસંદગીના પોલીસ પોલીસ માણસોની ટીમો બનાવી અધીકારીઓને સોપેલ અને અધીકારીઓની એક સ્પેશ્યલ ઇંવેસ્ટીગેશન ટીમ બનાવેલ હતી.
એફ.એસ.એલ. વિઝિટ કરાવી તેના બરિક નિરીક્ષણને તપાસની શઆતનો આધાર બનાવ્યો. સ્નીફર ડોગ દ્વારા સ્થળ ની વિઝીટ કરાવી તેના ટ્રેક ને આરોપીના પગેરૂ મેળવવા આધાર બનાવ્યો. બનાવના સ્થળ પર કોઇ કેમેરા ઉપબ્ધ ન હોય દુર દુર ના કેમેરાનો ડેટા એકઠો કરી તેને જોતા ગયેલ અને એક બિજા સાથે સરખાવતા ગયેલ. બનાવ સ્થળ આજુ બાજુના હોટલ, ધરમશાળા, વાડી, ફાર્મ હાઉસ મા રહેતા માણસોને ચકાસ્યા અને બનાવ પહેલા અને પછીની શંકાસ્પદ ગતીવીધીઓ મેળવી. દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઇવે નજીક આ બનાવ બનવા પામેલ હોય જેથી ૮૦ કિ.મી. વિસ્તાર હાઇવેના તમામ હોટલ અને ટોલનાકા પરના વાહનોની અવર જવર અને રોકાણના અંદાજીત ૭૦ જેટલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરીને તેનુ બારીકાઇ પુર્વક, મોબાઇલ ડેટાનું પૃથ્થકરણ કરવામા આવેલ હતુ.
ઉપરોક્ત કામગીરીનુ સખત અને સતત મોનીટરીંગ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા કરવામા આવેલ અને બન્ને એસ.ડી.પી.ઓ. હાર્દીક પ્રજાપતી અને એસ.ડી.પી.ઓ. સાગર રાઠોડ નાઓ જાતે ફિલ્ડમા રહીને અલગ અલગ ટીમો દ્વારકા જીલ્લામા કમગીરી કરી રહિ તે દરમીયાન એલ.સી.બી.પી.આઈ. આકાશ બારસીયા તથા ટેકનીકલ પી.એસ.આઈ. સુનીલ કાંબરીયા અને ટીમના માણસો અરજણભાઇ મારૂ, દિનેશભાઇ માડમ, જેસલસિંહ જાડેજા, ભરતભાઇ ચાવડા, લખનભાઇ પીંડારીયા, ડાડુભાઇ જોગલ, પ્રકાશભાઇ ચાવડા, ખીમાભાઇ કરમુર, હરપાલસિંહ જાડેજા, કાનાભાઇ લુણા નાઓ દ્વારા સી.સી.ટીવી. અને મોબાઇલ ડેટા તથા ટોલનાકા અને આર.ટી.ઓ. ડેટાનુ પૃથ્થકરણ કરીને એવા નિષ્કર્ષ પર આવેલ કે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના મેડી-ટીંબા ગામ થી લોકોનુ એક ગ્રુપ આવેલ અને આ શિવલીંગ ચોરી કરી ગયેલ છે.
જેથી ઉપરોક્ત ગામ ખાતે તાત્કાલીક ટીમો રવાના કરવામા આવેલ જ્યા સ્થાનીક એલ.સી.બી. પો.ઇન્સ. એસ.એન.કરંગીયા તથા તેનો સ્ટાફ દ્વારા પુરતી મદદ મળી રહેતા ઉપરોક્ત ગુંહાનો ભેદ ઉકેલાવા પામેલ અને આ કામે ચોરાએલ શિવલીંગ અને કુલ ૮ પુષ આરોપીઓ અને ૩ મહિલા આરોપીઓની ઓળખ કરવામા આવેલ અને આ કામે તમામ ૮ પુરૂષ આરોપીઓને ગુંહાના કામે જેતે સ્થળેથી જ અટક કરવામા આવેલ છે.
અટક કરેલ આરોપીઓમાં મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા ઉ.વ.૩૫, જગતસિંહ ઉદેસિંહ મકવાણા ઉ.વ-૫૫, મનોજસિંહ અમરતસિંહ મકવાણા ઉ.વ-૧૯, વનરાજસિંહ સમરસિંહ મકવાણા ઉ.વ-૪૦, રમેશસિંહ આલુસિંહ મકવાણા ઉ.વ-૩૮, કેવલસિંહ રૂપસિંહ મકવાણા ઉ.વ-૨૨ હરેશસિંહ જસવંતસિંહ મકવાણા ઉ.વ-૨૫, અશોકસિંહ દિલીપસિંહ મકવાણા ઉ.વ-૨૩, તમામ રહે રહે-મેડી ટીંબા ગામ, તા-હિંમતનગર, જી-સાબરકાઠા. ઉપરાંત ૩ મહિલા આરોપીઓ આરોપીઓ અવાર નવાર હરસિધ્ધી મંદિર ખાતે દર્શન માટે આવતા હતા.
જે પૈકીના રમેશસિંહ આલુસિંહ મકવાણા ના પત્ની અને ભત્રીજી નાઓને અવાર નવાર સ્વપ્ન આવતુ હતુ કે પોતાના વતનના ધર ખાતે આંગણામા એક વહાણવટી માતાજીનુ મંદિર અને એક અર્ધનારેશ્વર નુ શિવલીંગની સ્થાપના કરો જેથી તમોની ઉન્નતી થશે. જથી આ પરીવારના તમામ માણસો ગત તારીખ-૨૩/૦૨/૨૦૨૫ ના રોજ પોતાના ૨ વાહનો એક સેંટ્રો અને એક ઇકો કાર લાઇને તમામ ૧૧ આરોપીઓ સાંજના સમયે હર્ષદ ખાતે આવેલ હતા અને પોતાની સાથે આ શિવલીંગ ઉખાડવાના સાધનો સાથે લાવેલ હતા ત્યાર બાદ આ આરોપીઓ ઝગડુશા ધરમશાળામા રોકાએલ હતા તેઓ દિવસ અને રાત્રી દરમીયાન તકેદારી સાથે વાહનની લાઇટ બંધ રાખીને અગર તો ચાલીને આ શિવમંદિરની રેકી કરવા જતા હતા જેથી કોઇને પણ ખ્યાલ ના આવે ત્યાર બાદ તારીખ-૨૪/૦૨/૨૦૨૫ ના રોજ સાંજના સમયે આ તમામ આરોપીઓ આ ધરમશાળા ખાલી કરીને નિકળી ગયેલ હતા અને આખી રાત પોતાના વાહનો અલગ અલગ જગ્યાએ છુપાવેલ અને પોતે શિવમંદિર ફરતા સાધનો સાથે ગોઠવાઇ ગયેલ હતા ત્યાર બાદ મોડી રાત્રે મોડેથી મોકો મળતા આરોપીઓએ શિવલીંગ અને તેનુ થાળું જમીનમાથી ઉસેડીને મંદિરથી દરીયા તરફ લઇ ગયેલ જે દરમીયાનમા શિવલીંગ નુ થાળુ વધુ વજન વાળુ લાગતા સમુદ્ર તરફ મુકી દિધેલ હતુ અને શિવલીંગને ઢસડીને પોતાના વાહનોમા મુકીને સવારના વહેલા ૦૪/૦૦ વાગ્યે નાસી છુટેલા હતા.
કબ્જે કરેલ મુદ્દામાલમાં શિવલીંગ, સર્પ છત્તર, ચદર, સેંટ્રો કર -૧૮-૩૪૪૧, ઇક્કો કાર-૦૯--૨૪૫૪, મોબાઇલ ફોન મળીને કુલ મુદામાલ રૂ. ૩,૧૫,૫૦૦/નો સમાવેશ થાય છે.