૧૦ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ સંસદમાં વિપક્ષ દ્રારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ સામે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણ આપ્યું હતું. આ ભાષણ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે વિપક્ષ જેના પર સવાલ ઉઠાવે છે તે સરકારી કંપનીઓ પર દાવ લગાવવો જોઈએ કારણ કે તેઓ જેને ખરાબ કહે છે તે સાં નીકળે છે. પીએમના આ ભાષણ પછી લગભગ છ મહિના બાદ સરકારી કંપનીઓના શેરોએ રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.
બીએસઈ પીએસયુ ઇન્ડેકસનું કુલ બજાર મૂલ્ય, સરકારી કંપનીઓનું ઇન્ડેકસ, આ સમયગાળા દરમિયાન ૬૬% વધીને . ૫૯.૫ લાખ કરોડ થયું છે, જેનાથી રોકાણકારોને . ૨૩.૭ લાખ કરોડનો નફો થયો છે. મહત્ત્વની વાત એ છે કે, યાદીમાંના કોઈપણ પીએસયુ સ્ટોકે નેગેટીવ રીટર્ન આપ્યું નથી. તેમાંથી પણ ૨૨ શેરોએ મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. સૌથી ખરાબ પ્રદર્શન કરનાર પીએસયુ એસબીઆઈ પણ છ મહિનાના સમયગાળામાં ૧૨% વધ્યો છે. તે જ સમયે, એનબીસીસી ટોપ ગેનર હતું જેણે ૨૪૯% સુધીનું વળતર આપ્યું હતું.
એ જ રીતે, રેલવે સાથે જોડાયેલી કંપની આઈઆરએફસીના શેરમાં છ મહિનાના સમયગાળા દરમિયાન ૨૨૫%નો વધારો નોંધાયો છે. અન્ય ટોચના પીએસયુ મલ્ટિબેગર શેરોમાં હત્પડકો, આઈટીઆઈ, એસજેવીએન, કોચીન શિપયાર્ડ, એમએમટીસી, ભેલ, આરઈસી,મેંગલોર રિફાઈનરી, આરવીએનએલ, પીએફએસ, એનએમડીસી, એનએલસી ઈન્ડિયા, આઈઆરસીઓન, ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ અને જનરલ ઈન્સ્યોરન્સ કોર્પેારેશનનો સમાવેશ થાય છે.
ઓગસ્ટ ૨૦૨૩માં એક ભાષણ દરમિયાન પીએમ મોદીએ વીમા કંપની એલ.આઈ.સીનો ઉલ્લેખ કર્યેા હતો, જેનો સ્ટોક ૫૬% વધ્યો છે. એ જ રીતે હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડના શેરે ૫૫% વળતર આપ્યું છે. તમને જણાવી દઈએ કે એલઆઈસીના શેર હવે તેમના આઈપીઓ ઈશ્યુ પ્રાઇસથી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે ગૃહમાં કહ્યું કે જાહેર ક્ષેત્રની કંપનીઓ રેકોર્ડ રિટર્ન આપી રહી છે અને રોકાણકારોનો તેમનામાં વિશ્વાસ વધી રહ્યો છે. રાયસભામાં રાષ્ટ્ર્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાને એમ પણ કહ્યું કે ૨૦૧૪માં દેશમાં ૨૩૪ જાહેર સાહસો હતા પરંતુ આજે તેમની સંખ્યા ૨૫૪ છે. તેમણે કહ્યું– જાહેર ક્ષેત્રની કંપનીઓ રેકોર્ડ રિટર્ન આપી રહી છે અને રોકાણકારોનો તેમનામાં વિશ્વાસ વધી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં બીએસઈ માં જાહેર ક્ષેત્રના ઉપક્રમોનો ઇન્ડેકસ બમણો થયો છે.
છેલ્લા બે વર્ષમાં બીએસઈ પીએસયુ ઈન્ડેકસમાં લગભગ ૧૦૬ ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, આ સમયગાળા દરમિયાન બીએસઈ સેન્સેકસે ૨૫.૨૨ ટકા વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન જાહેર ક્ષેત્રની કંપનીઓના શેરમાં પણ સારો ઉછાળો જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech