PUBG ગેમ રમવા બાબતે માતાપિતાએ ઠપકો આપ્યો, શાપરના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • September 18, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ નજીક આવેલા શાપર ગામે બનેલી ઘટનાથી લોકો ચોંકી ઉઠ્યા છે. પબજી ગેમ રમવા બાબતે માતા-પિતાએ ઠપકો આપતાં યુવકે જીવન ટુંકાવ્યું છે. 


આજકાલના યુવાનો મોબાઇલ અને ગેમની એટલી હદે લતે ચડ્યા છે કે, તેમની સામે હવે જીવન પણ ટૂંકું બની ગયું છે. એમ પણ કહી શકાય કે મોબાઈલ અને ગેમ પાછળ લોકોએ જીવનને સસ્તુ બનાવી નાખ્યું છે. અત્યારના સમયમાં બાળકોથી લઈને યુવાનો તેમજ વડીલો પણ મોબાઇલની લત લાગવાથી બાકાત નથી રહ્યા. એવામાં રાજકોટમાં બનેલો ચોંકાવનારો કિસ્સો તમે સાંભળશો તો તમે પણ હેરાન થઈ જશો. રાજકોટ નજીક આવેલા શાપર ગામમાં pubg ગેમ રમતા યુવાનને માતા પિતાએ ઠપકો આપ્યો. માતા-પિતાના ઠપકાનું લાગી આવતા યુવાને ક્ષણભરમાં જ જીવન ટૂંકાવી લીધું. આ યુવકનું નામ ભાવેશ અમિતભાઈ સોલંકી હતું અને તેની ઉંમર ફક્ત 23 વર્ષ હતી. નાની એવી બાબતમાં આશાસ્પદ યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application