ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાજકોટની મુલાકાતે છે. તેઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ પટેલ સમાજમાં દારૂના દુષણ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, દારૂ માત્ર પાટીદાર સમાજ નહીં પણ અન્ય સમાજમાં પણ પીવાય છે. ઘણા ઠેકાણે બહેનો પણ દારૂ પીવે છે જે સ્વાભાવિક છે. દારૂબંધ ગુજરાતમાં ખોટી છે. પાડોશના રાજ્યોમાં દારૂની છૂટ છે જેના કારણે ગુજરાતમાં દારૂબંધીમાં સફળતા નહીં મળે.
દારૂ કાંઈ તોફાન કરવા માટે નથી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દારૂને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવી રહ્યો છે. કોઈ સમાજમાં દારૂનું દૂષણ હોય એવું ન હોય પણ દારૂનું દૂષણ છે એ રીતે ટ્રીટ થાય છે. કારણ કે, દારૂ પીવાની પાબંધી છે, પાબંધી હોય એટલે એમાંથી અનિષ્ટ ઉભી થાય. એટલે અનિષ્ટ થઈ રહ્યું છે. માટે એને ખોલી નાખવાની વાત છે. તમે આને વ્યસન તરીકે ન લો. દારૂ કાંઈ તોફાન કરવા માટે નથી. લોકો ચા-કોફી પીતા હોય છે. દારૂને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવ્યો છે. માટે પટેલ સમાજ નહીં ઘણા બધા સમાજ પીતા હોય, આમાં કોઈ એક સમાજનું નામ ન દેવાય.
દારૂ પીવાનો છે તો તેને સારો પીવડાવોને
વધુમાં જણાવ્યું હતું કે, યુવાન તો એક સ્ટેટસ હોય. આજનો યુવાન આવતીકાલે ઘરડો થવાનો છે. આમાં યુવાનો પીવે છે એવું હોતું નથી. યુવાનોનું ગ્રુપ ખરાબ હોય તો એ આવું કરે. ગુજરાતમાં દારૂબંધી છે એનો હું વિરોધી છું. પડોશમાં દારૂ ખુલ્લેઆમ મળે એટલે એને અહીં સફળતા ન મળે. આને લીધે કરપ્શન વધે. આ બધુ ન્યુસન્સ છે. ખોટો દારૂ પીને લોકો મરી જાય છે. 10 લાખ જેટલી ગુજરાતમાં વિધવા બહેનો 30 વર્ષથી નીચેની છે. એનો પતિ ખોટો દારૂ પીને મરી ગયો. આ વિધવા બહેનોનું કહેવું છે કે, સારો દારૂ પીધો હોત તો ન મરી જાત. દારૂ પીવાનો છે તો તેને સારો પીવડાવોને.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જીતમાં કઈ નવાઈ નથી
શંકરસિંહે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત પર જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાતમાં સરકાર હોય જેના કારણે રૂલિંગ પાર્ટીનો દબદબો હોય અને તેની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દેખાય જે સ્વભાવિક છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જીતમાં કઈ નવાઈ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ મથકે શરુ થશે નવું સરકારી પુસ્તકાલય
March 20, 2025 11:12 AMધ્રોલ ખાતે જિલ્લા કક્ષાનો "વિજ્ઞાન મહોત્સવ" ઉજવાયો
March 20, 2025 11:10 AMઈંગ્લીશ દારુનો જથ્થો પકડી પાડતી કલ્યાણપુર પોલીસ
March 20, 2025 11:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech