4 લાખ બાળકીઓનું યૌનશોષણ, 83 વર્ષે બહાર આવ્યાં પાદરીઓનાં કાળાં કરતૂત

  • October 28, 2023 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્પેનના રોમન કેથોલિક ચર્ચને લઈને એક ખૂબ જ ગંભીર અને ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. અહીં બે લાખથી વધુ સગીર કે પુખ્ત વયની છોકરીઓ યૌન શોષણનો શિકાર બની છે. ચર્ચના પાદરીઓએ 2 લાખ બાળકીઓ પર પોતાની નજર બગાડી છે અને જો ચર્ચના અન્ય સભ્યો દ્વારા કરવામાં આવતા અપરાધોની વાત કરીએ તો 4 લાખ છોકરીઓ યૌન શોષણનો ભોગ બને છે.
એક સ્વતંત્ર આયોગે લોકો સાથે વાત કરી અને 0.6 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેઓનું જાતીય શોષણ થયું હતું. સ્પેનની વસ્તી 39 મિલિયન છે અને તેમાંથી 0.6 ટકા બે લાખની વસ્તી બરાબર છે. ઘણા લોકોએ કહ્યું કે જ્યારે તેઓ બાળપણમાં ચર્ચમાં ગયા હતા, ત્યારે પાદરીઓએ તેમનું શોષણ કર્યું હતું.

પાદરીઓ ઉપરાંત, ઘણા લોકોએ ચર્ચના અન્ય સભ્યો પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા. જો સામાન્ય સભ્યો દ્વારા આચરવામાં આવેલા ગુનાઓને સાથે ગણવામાં આવે તો 1.13 ટકા એટલે કે ચાર લાખ યુવતીઓ આ ઉત્પીડનનો ભોગ બની છે. સ્પેનના રાષ્ટ્રીય લોકપાલ એન્જલ ગેબિલોન્ડોએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે આ આંકડા 1940થી લઈને અત્યાર સુધીના છે.
સ્પેનને પરંપરાગત રીતે કેથોલિક દેશ માનવામાં આવતો હતો પરંતુ હવે તે બિનસાંપ્રદાયિક દેશ બની ગયો છે. રિપોર્ટમાં પીડિતોને વળતર આપવા માટે રાષ્ટ્રીય ફંડ બનાવવાની અપીલ કરવામાં આવી છે. આ રિપોર્ટ સ્પેનની સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે. હકીકતમાં, માર્ચ 2022 માં, સ્પેનિશ સંસદે ચર્ચ વિરુદ્ધ જાતીય શોષણના આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી.
સ્પેનિશ ચર્ચે 2020માં અહેવાલ આપ્યો હતો કે કેટલીક ફરિયાદોના આધારે તપાસમાં જાતીય શોષણના 927 કેસ બહાર આવ્યા છે. ચર્ચની દલીલ છે કે તેણે જાતીય દુર્વ્યવહારનો સામનો કરવા માટે પ્રોટોકોલ લાગુ કયર્િ છે અને વિસ્તારમાં બાળ સંરક્ષણ કચેરીઓ સ્થાપિત કરી છે. 2018 માં, સ્પેનિશ અખબારએ પણ એક તપાસ હાથ ધરી હતી જેમાં 1927 ના 2206 કેસોનો પદર્ફિાશ થયો હતો, જેમાં 1036 આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી.


અમેરિકા, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયામાં પણ આક્ષેપ

2002માં જાતીય શોષણના તાજેતરના કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા પછી, કેસોની તપાસ માટે એક પહેલ કરવામાં આવી હતી. અમેરિકા, યુરોપ, ચિલી અને ઓસ્ટ્રેલિયામાં પણ કેથોલિક ચર્ચમાંથી આવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જેના કારણે ચર્ચની નૈતિક સત્તાને ઘણું નુકસાન થયું છે અને તેની છબી પણ ખરડાઈ છે. ફ્રાન્સમાં, એક સ્વતંત્ર કમિશને 2021માં અહેવાલ આપ્યો હતો કે 216000 બાળકો, મોટાભાગે છોકરાઓનું, 1950 થી પાદરીઓ દ્વારા જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. જર્મનીમાં, એક અભ્યાસમાં 1946 અને 2014 વચ્ચે દુરુપયોગના 3,677 કેસોની ઓળખ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application