સાત તબક્કાની ચૂંટણી ભાજપને ફાયદાકારક

  • March 18, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાત તબક્કાની ચૂંટણીમાં સત્તાઢ ભારતીય જનતા પાર્ટીને ખરેખર ફાયદો થશે એવા આક્ષેપો વિપક્ષ કરી રહ્યો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પણ સાત તબક્કામાં યોજાઈ હતી. પણ આ વખતે ચૂંટણીના સાત તબક્કા છ દિવસ વધુ લાંબા છે. આ વખતે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન ૨૦૧૯ની લોકસભા ચૂંટણી કરતાં વહેલું થઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે ભાજપને આનો ફાયદો થઈ શકે છે અને પાર્ટી નવેમ્બરમાં રાયમાં વિધાનસભા ચૂંટણીમાં મળેલી સામાન્ય ચૂંટણીમાં જીતનો ફાયદો પણ ઉઠાવી શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં આપેલા લોકપ્રીય વચનો પૂરા કરવાની અસર રાયના મતદારોમાં પણ જોવા મળી શકે છે

રાજસ્થાનના એમપીમાં પ્રથમ મતદાન
૨૦૧૯ની સામાન્ય ચૂંટણી ૭ તબક્કામાં યોજાઈ હતી. રાજસ્થાનમાં ચોથા અને પાંચમા તબક્કામાં મતદાન થયું હતું. યારે મધ્યપ્રદેશમાં ચોથાથી સાતમા તબક્કામાં ચાર તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. પરંતુ આ વખતે રાજસ્થાનમાં પ્રથમ અને બીજા તબક્કામાં મતદાન થશે, યારે મધ્ય પ્રદેશમાં પ્રથમ તબક્કામાં મતદાન શરૂ  થશે અને ચોથા તબક્કામાં સમા થશે. તેલંગાણામાં, યાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત નોંધાવી હતી, ત્યાં ચોથા તબક્કામાં મતદાન થશે. જયારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અહીં પ્રથમ તબક્કામાં જ મતદાન થયું હતું.

તમિલનાડુમાં પ્રથમ તબક્કામાં મતદાન
આ વખતે તમિલનાડુમાં પ્રથમ તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીના બીજા તબક્કામાં અહીં મતદાન થયું હતું. આ વખતે મહારાષ્ટ્ર્રમાં ૫ તબક્કામાં મતદાન થશે. જે પ્રથમ તબક્કાથી શરૂ થશે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં રાજયમાં ચાર તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી ૨૦૧૯ની ચૂંટણી કરતાં ૬ દિવસ લાંબી છે.

આંધ્રપ્રદેશમાં શું થશે?
આંધ્ર પ્રદેશમાં, યાં આ વખતે ભાજપે ટીડીપી અને જનસેના સાથે ગઠબંધન કયુ છે, ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં અહીં મતદાન થયું હતું. માનવામાં આવે છે કે ત્રીજા તબક્કામાં મતદાન સાથે આ નવા ગઠબંધનને તક મળશે.

ઓડિશાનું ગણિત
૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ઓડિશામાં ચાર તબક્કામાં મતદાન થયું હતું. આ દરમિયાન રાયમાં પ્રથમ તબક્કાનું મતદાન શ થયું હતું. પરંતુ આ વખતે ચૂંટણીમાં ચોથા તબક્કાથી મતદાન શ થશે. ભાજપ રાયમાં સત્તાઢ બીજેડી સાથે ગઠબંધન માટે વાતચીત કરી રહી છે. એવું માનવામાં આવે છે કે ચોથા તબક્કામાં ચૂંટણી શ થવાને કારણે બંને પક્ષોને ગઠબંધન અંગે ચર્ચા કરવાનો સમય મળશે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application