ગોંડલમાં જામવાડી જીઆઇડીસીમાં કારખાનામાં એલસીબીની ટીમે દરોડો પાડી અને ઓરડી ઉપર જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા. યારે ભાડલા પોલીસે સીમ વિસ્તારમાં બાવળના ઝાડ નીચે જુગાર રમતા સાત શખસોને પકડી પાડા હતા.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ગોંડલના જામવાડી જીઆઇડીસી વિસ્તારમાં તુલસી ૧ પ્લોટ ન.૨૪ માં આવેલા સુદર્શન એગ્રી ઇન્સસ્ટ્રીઝ નામના કારખાનામાં ઉપરની ઓરડીમાં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા.જેમાં સાગર મનસુખભાઈ બાલધા,સાગર મનસુખભાઇ ભોજાણી, મેહત્પલ ભવાનીશંકર તેરૈયા,અભય દીપકભાઈ સોમૈયા,હિતેશ કરશનભાઈ વસંત,ભૂમિક કાંતિભાઈ પોપટ અને પરેશ વલ્લભદાસ રાયચુરાનો સમાવેશ થાય છે.પોલીસે પટમાંથી રોકડ .૭૭,૧૦૦ કબજે કર્યા હતા.પોલીસે જણાવ્યું હતું કે આરોપી સાગર બાલધા(રહે.ડી.કે.નગર ગોંડલ માર્કેટયાર્ડ સામે) અહીં તેના મિત્ર તેજશ ગોરના કારખાનામાં જુગાર રમાડતો હતો.જુગારના અન્ય દરોડામાં ભાડલા પોલીસ મથકના સ્ટાફે રામળીયા ગામની સીમમાં આવેલી ડુંગરની પાછળ વીરાભાઇ રામભાઈ મકવાણાની વાડીએ બાવળના ઝાડ નીચે જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા. જેમાં વીરા મકવાણા ઉપરાંત રાયધન અમરસિંહ મેર, હરેશ ગુગાભાઇ પરમાર, રમેશ ઉર્ફે અતુલ ગેલાભાઈ મકવાણા, બાબુ ઉર્ફે ભુવો હીરાભાઈ મકવાણા, ચના ભલાભાઇ ચોહલીયા અને ભરત નાગજીભાઈ મુછડીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૫,૩૧૦ કબજે કર્યા હતા.આ ઉપરાંત ભાયાવદર પોલીસ છે મોટી પાનેલી ગામે સરકારી દવાખાનાની સામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી લીધા હતા. જેમાં સુનીલ દિનેશભાઈ સેખલીયા, અગન હેમુભાઇ સુવાસિયા અને બાલા મકાભાઇ વણદિયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૦૨૦ કબજે કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech