સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં કારોબારની શરૂઆત તેજ ગતિએ થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ તેના પાછલા બંધ કરતાં લગભગ 200 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો અને થોડા જ સમયમાં તે 600 પોઈન્ટથી વધુ વધીને 82000ને પાર કરી ગયો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ પણ જોરદાર શરૂઆત કરી હતી અને 180 પોઈન્ટ્સથી વધુ ચાલ્યો હતો. બજારમાં તેજી વચ્ચે એચડીએફસી બેંકના શેર સહિત અન્ય શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી.બીએસઈ સેન્સેક્સની વાત કરીએ, આ ઇન્ડેક્સ શુક્રવારે 81,381.26 ના સ્તરની તુલનામાં આજે 1,576.93 ના સ્તર પર ખુલ્યો હતો. મજબૂત શરૂઆત પછી, તે વધતો રહ્યો અને સવારે 10 વાગ્યે તે 538.55 પોઈન્ટ્સ અથવા 0.66 ટકાના વધારા સાથે 81,919.50 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ ગતિ વધુ ઝડપી બની અને બપોરે 12 વાગ્યે સેન્સેક્સ 657.15ના વધારા સાથે 82,038.51 પર ટ્રેડ કરી રહ્યો હતો.
બીએસઈ સેન્સેક્સની જેમ એનએસઈ નિફ્ટી પણ 25,000ની પાર ખુલ્યો. નિફ્ટીએ તેના પાછલા બંધ 24,964ની સરખામણીએ 25,023.45ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું અને થોડા જ સમયમાં તે 180 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 25,131.95ના સ્તરે પહોંચી ગયો. જોકે, ટ્રેડિંગ દરમિયાન તે ઘટીને 25,017ના સ્તરે પહોંચી ગયો હતો.
લાર્જ કેપ કેટેગરીમાં એલ એન્ડ ટી શેર 1.76ટકા વધ્યા બાદ રૂ. 3544.30 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય એચડીએફસી બેંકનો શેર 1.68ટકા ના વધારા સાથે 1678.80 રૂપિયા પર પહોંચ્યો હતો. આ સિવાય જેએસડબ્લ્યુ સ્ટીલનો શેર 1.50ટકા , ટેક મહિન્દ્રાનો શેર 1.30ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.
એનઆઈએસીએલ શેર 3.27ટકા , ટોર્ન્ટપાવર શેર 2.66ટકા , જીઆઈસીઆરઈ શેર 2.65ટકા કયુકે ફેડરલ બેંક શેર 2.40ટકા મિડકેપ કેટેગરીમાં સમાવિષ્ટ 2.40 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. સ્મોલ કેપ કંપ્નીઓમાં, એચએલવીટીડી શેર 15ટકા અને ગેનેકોસ શેર 10ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નજીકના ટોલ પ્લાઝામાં નુકસાની કરવા સબબ ટ્રક ચાલક સામે ગુનો
December 23, 2024 11:51 AMસંભલમાં મંદિરના અસ્તિત્વના પુરાવાઓ મળ્યા, હવે લઈને જ રહીશું: રામભદ્રાચાર્ય
December 23, 2024 11:50 AMખંભાળિયા નગરપાલિકાના પેન્શનરો લાંબા સમયથી પેન્શન મળ્યું નથી...
December 23, 2024 11:49 AMવિશ્ર્વના બીજા સૌથી ધનવાન વ્યકિત જેફ બેઝોસના લગ્નમાં ૫૦૦૦ કરોડનો ખર્ચ થશે
December 23, 2024 11:46 AMજામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં થયેલી રોકડની ચોરીનો ગણતરીની કલાકોમાં LCB એ ભેદ ઉકેલ્યો
December 23, 2024 11:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech