સેન્સેકસનો નવો રેકોર્ડ: ૭૭ હજારને પાર

  • June 10, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય શેરબજાર સોમવારે બજાર ખુલતા વેત જ નવી ટોચે પહોંચી ગયું હતું અને ટ્રેડિંગ શ થતાં જ સેન્સેકસ અને નિટીએ જોરદાર ઉછાળો નોંધાવ્યો હતો. સેન્સેકસ ૩૭૩.૧૫ પોઈન્ટ અથવા ૦.૪૯ ટકાના પ્રભાવશાળી ઉછાળા સાથે ૭૭,૦૦૦થી પણ આગળ વધ્યો હતો અને નિટી ૧૧૫.૪૦ પોઈન્ટ અથવા ૦.૫૦ ટકાના વધારા સાથે ૨૩,૪૦૫.૬૦ પર પહોચી ગયો છે. આ પહેલીવાર છે યારે સેન્સેકસે ૭૭૦૦૦ની સપાટી વટાવી છે.અદાણી ગ્રુપના તમામ શેર્સમાં જોરદાર ઉછાળો દેખાયો હતો. શઆતના કારોબારમાં નિટી પર ટોચના નફામાં અદાણી પોટર્સ, પાવર ગ્રીડ કોર્પ, કોલ ઈન્ડિયા, બજાજ ઓટો અને શ્રીરામ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. યારે ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એલટીઆઈ મિન્ડટ્રી અને હિન્દાલ્કો ટોપ લુઝર્સમાં હતા. તે જ સમયે, આઈટી અને મેટલ સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો પીએસયુ બેંક અને ઓટો શેર્સમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે.ગયા સાહે સેન્સેકસ ૨,૭૩૨.૦૫ પોઈન્ટ અથવા ૩.૬૯ ટકા વધ્યો હતો યારે નિટી ૭૫૯.૪૫ પોઈન્ટસ અથવા ૩.૩૭ ટકા વધ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application