સેન્સેકસમાં ખુલતાની સાથે જ ૧૨૯૦ પોઈન્ટનો ઉછાળો: ૮૦ હજારને પાર

  • November 25, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર્રની ચૂંટણીની અસર શેરબજારમાં જોવા મળી હતી. સવારે ખુલતાની સાથે જ માર્કેટમાં મોટો ઉછાળો આવ્યો હતો. સેન્સેકસ ૧૨૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો હતો અને ૮૦,૩૧૫.૦૨ પર પહોચ્યો હતો, યારે નિટી પણ ૩૦૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. બજાર ખુલ્યાના અડધા કલાકમાં જ સેન્સેકસ ૧૧૪૫.૯૨ વધીને ૮૦,૨૬૩ પર પહોંચ્યો હતો. યારે નિટી ૩૫૩.૨૫ પોઈન્ટ ઉછળ્યો હતો. આ વધારા સાથે નિટી ૨૪,૨૬૦.૫૦ પર પહોંચી ગયો છે.
નિષ્ણાતોના મતે શેરબજારમાં આ ઉછાળો શનિવારે યોજાયેલી મહારાષ્ટ્ર્ર ચૂંટણીને કારણે આવ્યો છે. ભાજપે ગઠબંધન કરીને આ ચૂંટણી જીતી છે. બજારમાં હજુ પણ તેજી છે. સેન્સેકસ અને નિટી ઉપર જઈ રહ્યા છે. જાણકારોના મતે સાંજ સુધીમાં બજાર વધુ ઉછળી શકે છે.
શુક્રવારે પણ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેકસ ૧૯૬૧.૩૨ પોઈન્ટ અથવા ૨.૫૪ ટકા ઉછળીને ૭૯,૧૧૭.૧૧ પોઈન્ટ પર બધં રહ્યો હતો. એક સમયે કારોબાર દરમિયાન તે ૭૯,૨૧૮.૧૯ પોઈન્ટ પર પહોંચી ગયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એકસચેન્જ નો નિટી પણ ૫૫૭.૩૫ અથવા ૨.૩૯ ટકાના ઉછાળા સાથે ૨૩,૯૦૭.૨૫ પોઈન્ટ પર બધં થયો હતો. સેન્સેકસની ટોચની ૧૦ કંપનીઓમાંથી આઠ કંપનીઓની માર્કેટ મૂડી (માર્કેટ કેપ) ગયા સાહે કુલ . ૧,૫૫,૬૦૩.૪૫ કરોડ વધી છે. એચડીએફસી બેંક અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) સૌથી વધુ નફામાં હતા. ગયા અઠવાડિયે, ૩૦ શેરો ધરાવતો બીએસઈ સેન્સેકસ ૧,૫૩૬.૮ પોઈન્ટ અથવા ૧.૯૮ ટકા વધ્યો હતો. જયારે નેશનલ સ્ટોક એકસચેન્જનો નિટી ૩૭૪.૫૫ પોઈન્ટ અથવા ૧.૫૯ ટકા વધ્યો હતો. શુક્રવારે સેન્સેકસ ૧,૯૬૧.૩૨ પોઈન્ટ અથવા ૨.૫૪ ટકા વધીને ૭૯,૧૧૭.૧૧ પર બધં થયો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન . ૨,૩૬૮.૧૬ કરોડ ઘટીને . ૧૭,૧૩,૧૩૦.૭૫ કરોડ થયું હતું. ટોચની ૧૦ કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી. ત્યારબાદ ટીસીએસ, એચડીએફસી બેંક,આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર અને એલઆઈસી અનુક્રમે ક્રમે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application