યુદ્ધના માહોલ વચ્ચે સેન્સેકસ ૯૩૦ પોઇન્ટ ડાઉન

  • April 15, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇરાન દ્રારા ઇઝરાયેલ પરના મિસાઈલ અને ડ્રોન હત્પમલાના કારણે અને તે ઉપરાંત યુએસના તાજેતરના ફુગાવાના ડેટા, ફેડના રેત બાબતે આશંકા, ક્રુડના વધી રહેલા ભાવ અને મજબૂત ડોલર આ ચાર અન્ય પરિબળોને લીધે વિશ્વભરના શેરબજારોમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. બીએસઈ સેન્સેકસમાં ખુલતાની સાથે જ ૯૩૦ પોઈન્તનો ઘટાડો જોવા મળ્યો હતો.

શુક્રવારે શેરબજારમાં ૧ ટકાનો ઘટાડો થયા બાદ આજે યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેકસમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેકસ ૯૦૦થી વધુ પોઇન્ટ ઘટીને ૭૩,૩૧૫.૧૬ પર ખૂલ્યો હતો, યારે નિટી ૩૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૨૨,૩૩૯.૦૫ પર ખુલ્યો હતો.
બીએસઈના ટોચના ૩૦ શેરોમાંથી માત્ર ૪ શેરોમાં જ વધારો જોવા મળી રહ્યો છે, યારે બાકીના તમામ ૨૬ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સના શેરમાં સૌથી મોટો ઘટાડો ૨.૪૧ ટકા છે.
આજે એનએસઈ પર ૨,૧૭૧ શેરનો વેપાર થયો હતો, જેમાંથી માત્ર ૧૩૫ શેરમાં જ વધારો જોવા મળ્યો હતો.
બાકીના ૧,૯૭૯ શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ૫૭ શેરમાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. ૩૩ શેર ૫૨ સાહની ઐંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે, યારે ૧૬ શેર ૫૨ સાહની નીચી સપાટીએ છે. આ સિવાય ૨૫ શેર અપર સર્કિટમાં અને ૧૧૪ શેર લોઅર સર્કિટમાં છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application