સાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે આજે સ્થાનિક શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ સેન્સેકસ ટોચથી ૧૦૦૦ પોઈન્ટથી વધુ તૂટો યારે નિટી ૨૪,૧૧૪ પોઈન્ટ પર પહોંચી ગયો હતો. સુસ્ત બીજા કવાર્ટરની કમાણી અને સતત વિદેશી ઉપાડ વચ્ચે બજાર ઘટું છે. ઇન્ડસઇન્ડ બેંક અને સરકારી વીજ કંપની એનટીપીસીના નિરાશાજનક બીજા કવાર્ટરના પરિણામોએ બજારને અસર કરી હતી. આ ઘટાડાને કારણે બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ . ૭.૭ લાખ કરોડ ઘટીને . ૪૩૬.૧ લાખ કરોડ થયું હતું. બપોરે ૧૨ વાગ્યે સેન્સેકસ ૬૬૬.૯૭ પોઈન્ટ અથવા ૦.૮૩ ટકાના વધારા સાથે ૭૯,૩૯૮.૧૯ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. એનએસઈનો નિટી ૨૬૭.૪૦ પોઈન્ટ અથવા ૧.૧૦ ટકાના ઘટાડા સાથે ૨૪,૧૩૨ પોઈન્ટ પર હતો.
ટ્રેડિંગ દરમિયાન ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં લગભગ ૨૦ ટકાનો ઘટાડો થયો હતો. ૧૨ વાગ્યે તે ૧૯.૩૪ ટકાના ઘટાડા સાથે ૧૦૩૧.૬૦ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજા કવાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં ૩૯ ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન, બેંકનો ચોખ્ખો નફો 1,325 કરોડ રહ્યો હતો જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2,181.47 કરોડ હતો. ઇન્ડસઇન્ડ બેન્ક ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, એસબીઆઈ અને એનટીપીસી પણ ઘટ્યા હતા. સેક્ટોરલ મોરચે, નિફ્ટી ઓટો, બેંક, મેટલ, પીએસયુ બેંક, રિયલ્ટી અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ 2 ટકાથી 3.6 ટકાની વચ્ચે ઘટ્યા છે.
શેરબજાર માટે ઓક્ટોબર મહિનો વાસ્તવમાં અશુભ રહ્યો છે. છેલ્લા એક માસમાં મોટાપાયે ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. આ સપ્તાહે જ રોકાણકારોના 29.47 લાખ કરોડ સ્વાહા થયા છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે 1 ટકાથી વધુ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા. શેરબજારમાં આટલા મોટા કડાકા પાછળ આ પાંચ કારણો જવાબદાર હોવાનું તારણ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ચીનમાં નીચા ભાવે રોકાણની નીતિ અપ્નાવી રહેલા વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી મોટાપાયે વેચવાલી નોંધાવી છે. ઓક્ટોબરમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારોએ રૂ. 97205.42 કરોડની વેચવાલી નોંધાવી છે. ચીને રાહત પેકેજ જારી કરતાં વિદેશી રોકાણકારો ભારતના બદલે ચીનના બજારોમાં રોકાણ કરવા આકર્ષિત થયા છે.
ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં આઈટી, રિયાલ્ટી અને ઓટો કંપ્નીઓના પરિણામો એકંદરે અપેક્ષા કરતાં નબળા રહ્યા છે. આ સિવાય અન્ય ઘણી કંપ્નીઓએ નીચા પરિણામો જાહેર કરતાં તેની અસર શેરબજાર પર જોવા મળી છે.
અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આકરી ટક્કર જોવા મળી છે. ઘણા ઓપિનિયન પોલમાં કમલા હેરિસ તો અમુક ઓપિનિયન પોલમાં ટ્રમ્પ્ની જીત જોવા મળી છે. ફેડ દ્વારા પણ વ્યાજના દરમાં ઘટાડો થવાની અટકળોના પગલે રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપ્નાવી રહ્યા છે.
ઈરાન અને ઈઝરાયલ, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલની સેના ટૂંકસમયમાં ગાઝા સીઝ ફાયર ડીલ મુદ્દે ચચર્િ કરે તેવા અહેવાલો મળ્યા છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસની અસર શેરબજાર પર થઈ છે.
સ્થાનિક સ્તરે ભારતીય શેરબજાર છેલ્લા નવ મહિનાથી સતત વધી રહ્યા છે. વોલ્યૂમ ખૂબ ઊંચા થયા છે. જેના પગલે રોકાણકારો વેચવાલી નોંધાવી પ્રોફિટ બુક કરી રહ્યા છે. દિવાળી ટાણે કેટલાક રોકાણકારો પોતાનો જૂનો માલ ખાલી કરી નવો માલ ખરીદવાની તૈયારીઓ કરતાં પણ જોવા મળ્યા છે. માર્કેટના નિયમ મુજબ, ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જારી તેજી વચ્ચે મોટુ કરેક્શન જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech