મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સિનિયર પત્રકાર હિરેન ત્રિવેદીનું કરાયું વિશિષ્ટ સન્માન

  • February 08, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકીય, જ્ઞાતિ અગ્રણીઓ રહ્યાં ઉપસ્થિત

જામનગરની મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તાજેતરમાં વાડીના રી- ડેવલપમેન્ટ પ્લાનમાં ઉમદા યોગદાન આપનાર તેમજ જ્ઞાતિના દરેક કામમાં આર્થિક સહયોગ લાવનાર અને દરેક પ્રોજેક્ટ સફળ બનાવનાર જ્ઞાતિના સંનિષ્ઠ કાર્યકર સિનિયર પત્રકાર અને અગ્રણી હિરેન ગુણવંતરાય ત્રિવેદીનું જામનગર તાલુકા અભ્યુદય  મંડળ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું .અને તેમની લાંબા સમયની સેવાકીય કામગીરીને બિરદાવીને વિશિષ્ટ સેવાકીય એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી  મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના
ચેરમેન નિલેશ કગથરા ભાજપ શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા પૂર્વ મેયર બીનાબેન કોઠારી,પૂર્વ ચેરમેન મનીષ કટારીયા ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, યુવા સોશિયલ ગ્રુપના પ્રમુખ  સંદીપ ત્રિવેદી નેતા આશિષ જોષી ,દંડક કેતન નાખવા,ડો.પ્રકાશભાઈ ત્રિવેદી, પ્રમોદભાઈ ત્રિવેદી
સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સન્માનના પ્રત્યુતરમાં જ્ઞાતિ અગ્રણી હિરેન ત્રિવેદીએ જ્ઞાતિના દરેક પ્રોજેક્ટમાં જ્ઞાતિજનો એ ખૂબ જ સહકાર આપ્યો છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application