મંડેર ગામે સેગ્રીગેશન શેડનું થયું ખાતમુહુર્ત

  • September 23, 2024 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના મંડેર ગામે જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે સેગ્રીગેશન શેડનું ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે.જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠકકરના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની આગેવાની હેઠળ પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત દરરોજ માટે જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે.જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારના હસ્તે પોરબંદર તાલુકાના મંડેર ગામે સેગ્રીગેશન શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત પોરબંદર જિલ્લાના જુદા-જુદા ગામોમાં એસ.બી.એમ.-જી અસ્કયામત કંમ્પોસ્ટ પીટ,શોકપીટ,કિચન ગાર્ડન અને સેગ્રીગેશન શેડ સહિતના જુદા-જુદા કામોનું મહાનુભાવોના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application