જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સૈન્ય દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શનિવાર (6 જુલાઈ) સવારથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે બે સ્થળોએ અથડામણ ચાલી રહી છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ દરમિયાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આ અથડામણમાં સૈન્ય દળોએ કુલગામ જિલ્લામાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે.
CRPF, આર્મી અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કુલગામમાં પ્રથમ એન્કાઉન્ટરના થોડા કલાકો પછી, જિલ્લાના અન્ય ફ્રિસલ ગામના ચિંગમ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું. સુરક્ષા દળોને આ વિસ્તારમાં લશ્કરના આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના પછી તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
જમ્મુ-કાશ્મીર પોલીસે આ બંને સ્થળોએ આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરની માહિતી આપી હતી. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરથી પ્રભાવિત વિસ્તારોને ઘેરી લીધા છે. આ ઉપરાંત નાગરિકોની સુરક્ષા માટે વધારાના સુરક્ષા દળો પણ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech