જામનગર એરફોર્સ-૧ની સિકયુરીટી ઓફીસમાંથી એરમેન અફીણ સાથે પકડાયો

  • July 26, 2023 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૯૨ ગ્રામ અફીણ કબ્જે : સિવીલીયન ડ્રાઇવરની સંડોવણી ખુલી : પોલીસ દ્વારા તપાસ

જામનગરમાં ગાંજો, એમડી ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થ સાથે મહિલા સહિતના આરોપીઓને પોલીસે અગાઉ પકડી પાડી આ દીશામાં તપાસ લંબાવી હતી દરમ્યાનમાં અહીંના એરફોર્સ-૧ સિકયુરીટીની ઓફીસમાં સીટી-સી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એરમેનને ૧૯૨ ગ્રામ અફીણ સાથે પકડી પાડી પુછપરછ કરતા એરફોર્સ સીવીલીયન ડ્રાઇવરની સંડોવણી સામે આવી હતી. બંનેની સામે એનડીપીએસ મુજબ ફરીયાદ દાખલ કરીને કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગરના એરફોસર્ર્-૧ સિકયુરીટીની ઓફીસ ખાતે એક બાતમીના આધારે સીટી-સી પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી જયાં ગુરુદ્વારા કોલોની લોહેગામ લેન એ૩એ પુણે મહારાષ્ટ્ર ખાતે રહેતા અને મુળ રાજસ્થાન બાડમેર જીલ્લાના સનધરી તાલુકાના ખુડાલા ગામના વતની એરમેન તરીકે નોકરી કરતા જગદીશ ઠાકરારામ જીયારામ ચૌધરી (ઉ.વ.૩૦)ને માદક પદાર્થ અફીણ ૧૯૨ ગ્રામ કિ. ૫૭૦૦ના જથ્થા સાથે પકડી લેવાયો હતો.
એરમેન જગદીશ ચૌધરીની પુછપરછ કરતા અફીણનો જથ્થો પુનરારામ ભીલ એરફોર્સ સીવીલીયન ડ્રાઇવર રહે. ગુરુદ્વારા કોલોની લોહે ગામ પુણેવાળા પાસેથી વેચાણઅર્થે લાવ્યો હોવાનું જણાવતા બંનેએ એકબીજાને મદદગારી કર્યાનું સામે આવ્યુ હતું.
આથી સીટી-સી ડીવીઝન પીઆઇ એ.આર. ચૌધરી દ્વારા જાતે ફરીયાદી બની એરમેન જગદીશ ચૌધરી અને સીવીલયન ડ્રાઇવર પુનરારામ ભીલ બંનેની સામે એનડીપીએસ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ એસઓજીને સોપવામાં આવી છે. જે તપાસ દરમ્યાન વધુ કેટલીક વિગતો ખુલવા પામશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application