સરધારમાં ધોળા દિવસે માત્ર સવા કલાક માટે બધં રહેલા મકાનમાંથી સોના–ચાંદીના દાગીના અને રોકડ .૨૦ હજાર સહિત .૧.૫૦ લાખ મત્તાની ચોરી થઇ ગઇ હતી.આ અંગે પોલીસ ફરિયાદ નોંધવાતા પોલીસે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સરધારમાં હરિપર રોડ પર આનંદનગર કવાર્ટર વિસ્તારમાં રહેતા ધર્મેશ ભુપતભાઈ ગમારા (ઉ.વ ૩૩) નામના યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં પરિવાર સાથે રહે છે અને અહીં સરધારમાં જ મોબાઈલની દુકાન ધરાવે છે. યુવાને બી.ફાર્મ સુધીનો અભ્યાસ કર્યેા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે બપોરના સમયે તે અણિયાણા ગામે હોટલ આઈમાં રેસ્ટોરન્ટ ખાતે હાજર હતો ત્યારે બપોરના અઢી વાગ્યા આસપાસ તેમના માતાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હત્પં આજે બપોરના એકાદ વાગ્યાની આસપાસ આપણી બાજુમાં રહેતા સાગરભાઇ સરસિયાના પત્નીનો સીમતં પ્રસગં હોય જેથી ત્યાં જમવા માટે ગઈ હતી અને બપોરના સવા બે વાગ્યા આસપાસ જમીને અહીં પરત આવી ડેલીનું તાળું ખોલતા અંદરથી બધં હોય. દરમિયાન તારા પિતા વાડીએથી આવી ગયા હોય અને તેમણે આપણી બાજુમાં રહેતા અલ્લારખાભાઈને બોલાવી ડેલી અંદરથી કોઈએ બધં કરી દીધી છે તેમ કહેતા અલારખાભાઈ દિવાલ કુદી અંદર જઈ જોતા બંને દરવાજા ખુલ્લા હોય મના તાળા પણ તૂટેલા હતા અને સામાન વેરવિખેર પડો હતો ત્યારબાદ ફરિયાદીના માતા–પિતાએ ઘરમાં જઇ તપાસ કરતા સોનાના ઘરેણા તથા રોકડ પિયા જોવા મળ્યા ન હતા. આવી વાત તેમણે ફરિયાદીને ફોનમાં કરતા ફરિયાદી યુવાન તુરતં ઘરે પહોંચ્યો હતો.
અહીં આવી તપાસ કરતા કબાટમાં કપડાની વચ્ચે રાખેલા કાનના સોનાની પોખાની નગં ૨, સોનાના વેઢલા નગં ૩, સોનાની હાથની વીંટી નગં ૩, તેમજ લોખંડના કબાટમાં રાખેલા પિતાજીનું ચાંદીનું કડલું માતાના પગના ચાંદીના સાંકડા, ચાંદીની પોખાની તથા રોકડ પિયા ૨૦,૦૦૦ જોવા મળ્યા ન હતા. આમ બંને કબાટમાં રહેલા સોના–ચાંદીના દાગીના કિં. ૧,૨૦,૦૦૦ તથા રોકડ પિયા ૨૦,૦૦૦ મળી કુલ પિયા દોઢ લાખની મત્તા બપોરના સમયે ધોળા દિવસે સવા કલાકના સમયગાળામાં ચોરી થઈ ગયાનું માલુમ પડું હતું. જેથી આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીના આ બનાવને લઈ પોલીસે ગુનો નોંધી બનાવનો ભેદ ઉકેલવા ડોગ સ્કોવડની મદદ લીધી છે. ચોરીની આ ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની શંકા સેવાઈ રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech