નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ નજીકની એક સહિત મિલકત વેરાના બાકીદારોની 14 પ્રોપર્ટી સીલ

  • December 27, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ હવે બાકી વેરાની વસુલાત માટે આકરાં પાણીએ થયા છે અને વોર્ડ વાઇઝ ડેઇલી રિકવરી ડ્રાઇવ સતત ચાલુ રાખવા આદેશ કર્યો છે જેના અનુસંધાને આજે ટેક્સ બ્રાન્ચની ટુકડીઓ સમગ્ર શહેરમાં ત્રાટકી હતી અને બાકીદારોની 14 મિલકતો સીલ કરી હતી તેમજ 18ને ટાંચ જપ્તિની નોટિસ આપી હતી અને બપોર સુધીમાં 22.38 લાખની રિકવરી કરાઇ હતી. નિર્મલા કોન્વેન્ટ સ્કુલ નજીક આવેલ એક યુનિટને નોટીસ આપી સીલની કાર્યવાહી શરૂ કરતાની સાથે જ બાકીદારે તાબડતોબ રૂ.1.75 લાખનો બાકીવેરો સ્થળ ઉપર જ ચૂકતે કરી આપ્યો હતો.
વિશેષમાં મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં.1માં ગૌતમ નગરમાં આવેલ 1 યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.2.48 લાખ, વોર્ડ નં.6માં પરશુરામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 3 યુનિટને નોટીસ, માર્કેટ મેઇન રોડ પર 1 યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.2.68 લાખ, વોર્ડ નં.9માં રૈયા રોડ 1 યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.50,000, વોર્ડ નં.10માં ભવાની નગરમાં 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.66,451, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ નજીક આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.75 લાખ, વોર્ડ નં.12માં 150 ફૂટ રિંગ રોડ આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.25 લાખ, વોર્ડ નં.13માં ગોંડલ રોડ ઉપર આવેલ 1 યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.3.50 લાખ, વોર્ડ નં.15માં કોઠારિયા મેઇન રોડ ઉપર 1 યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.5.27 લાખ, નવા થોરાળા વિસ્તારમાં 1 યુનિટને નોટીસ, વોર્ડ નં.16માં કોઠારિયા મેઇન રોડ પર 1 યુનિટના બાકી માંગણા સામે સીલની



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application