રાજકોટમાં ગૌતમ બુદ્ધ એપાર્ટમેન્ટ પાસે તોતિંગ વૃક્ષ ધરાશાઈ, રસ્તો બંધ, લોકો હેરાન 

  • May 23, 2023 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ગૌતમ બુદ્ધ એપાર્ટમેન્ટ પાસે તોતિંગ વૃક્ષ ધરાશાઈ થયાનો બનાવ સામે આવ્યું છે. વૃક્ષ ધરાશાઈની ઘટનામાં એક ફોરવ્હીલ અને એક રીક્ષા દબાઈ ગઈ હતી. બનાવને લઇને ફાયર ટીમ અને પીજીવીસીએલ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ટીમ દ્વારા ઝાડને નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી. સદનસીબે વૃક્ષ પડવાથી કોઈ જાનહાનિ થઈ નથી. 

બનાવની વિગત અનુસાર, રાજકોટ શહેરમાં આજે સવારે ગૌતમ બુદ્ધ એપાર્ટમેન્ટ નજીક વૃક્ષ ધરાશાઈની ઘટના બની હતી. એકાએક વૃક્ષ રસ્તા પર ધરશાઈ થતાં રાહદારીઓ અને વાહનચાલકો ભયભીત બની ગયા હતા. વૃક્ષ ધરાશાઈ થયું તે જ સમયે ત્યાંથી રીક્ષા અને કાર પસાર થઈ રહી હતી અને વૃક્ષ નીચે બંને વાહન દબાઈ ગયા હતા. સદનસીબે બનાવને લઇને કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ બાદમાં સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ સાથે PGVCLની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી કામગીરી કરવામાં આવી હતી. ફાયર અને PGVCLના જવાનોએ મહામહેનતે એક કલાકની જહેમત બાદ વૃક્ષને ત્યાંથી હટાવ્યું હતું. વૃક્ષ ધરાશાઈ થતાં એક કલાક સુધી રસ્તો બ્લોક થઈ ગયો હતો જે ફરી શરૂ થતાં લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application